શામળાજી સામૂહિક કેન્દ્રમાં મહિલા રોગ નીદાન કેમ્પ યોજવામા આવ્યો - At This Time

શામળાજી સામૂહિક કેન્દ્રમાં મહિલા રોગ નીદાન કેમ્પ યોજવામા આવ્યો


અરવલ્લી જીલ્લા કલેકટર, અરવલ્લી જીલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન અને સુચના અન્વયે મહિલાઓમાં ગર્ભાશયના મુખ, સ્તન અને મોંઢાના કેન્સરની પ્રાથમિક આરોગ્ય તપાસણી બાબતે મહિલાઓમાં જાગૃત્તતા લાવવા માટે જિલ્લાના તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં મહિલા રોગ નિદાન કેમ્પનું આયોજન તા.૧૭મીના રોજ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, શામળાજી ખાતે કરાયું હતું. જેમાં ગર્ભાશયના મુખના કેન્સનું VIA પધ્ધતિથીતપાસ કેમ્પનું આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા પંચાયત સદસ્ય વિમળાબેન ભગોરા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી હાજર રહ્યા હતા.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image