સિહોર તાલુકાના નેસડા ગામના કુવાડીયા પરિવારના બે યુવાનો આર્મી ટ્રેનિંગથી પરત કરતા વાજતે-ગાજતે સ્વાગત - સન્માન કરાયું - At This Time

સિહોર તાલુકાના નેસડા ગામના કુવાડીયા પરિવારના બે યુવાનો આર્મી ટ્રેનિંગથી પરત કરતા વાજતે-ગાજતે સ્વાગત – સન્માન કરાયું


સિહોર તાલુકા ના નેસડા ગામના કુવાડીયા પરિવારના યુવાન
રાહુલભાઈ કુવાડીયા તેમજ દર્શનભાઈ કુવાડીયા કે જેમણે અન્ય રાજ્ય
ખાતે આર્મીની તાલીમ પૂર્ણ કરી આર્મીમાં જોડાયા હતા. ત્યારે આ તકે
તેમના પરિવાર અને ગ્રામજનોમાં ખુશી છવાય ગઈ હતી. આજે આ વીર
જવાનો નેસડા ગામે પરત આવતા તેમના પરિવાર અને ગ્રામજનો દ્વારા એક
ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જેમાં ગામના તમામ લોકો
જોડાયા હતા. છેલ્લા વર્ષોમાં નેસડા અને આજુબાજુ ગામોમાં શિક્ષણનું
પ્રમાણ વધતા હાલમાં પોલીસ, શિક્ષક આર્મી સહિત જુદા જુદા વિભાગોમાં
યુવક યુવતીઓ સરકારી નોકરીમાં જોડાયેલા છે. નેસડા ગામના રાહુલભાઈ
અને દર્શનભાઈ એ ટ્રેનિંગ પૂર્ણ કરી ઘરે પરત આવતા મોટી સંખ્યામાં
ગ્રામજનોએ એકત્ર થઈ બન્ને યુવાનોને આવકારી ગુલાબનાં ફુલોનો વરસાદ
કરી સ્વાગત કર્યું હતું. શોભાયાત્રા નેસડા ગામના પાદરમાંથી નીકળી હતી.
ડીજેના તાલે અને દેશ ભક્તિના ગીતો સાથે મુખ્ય માર્ગોથી પસાર થઇ
તેમના નિવાસ સ્થાન ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. જયારે આ
શોભાયાત્રા જે જે રસ્તા પરથી પસાર થાય તે રસ્તામાં આવતા તમામ લોકો
દ્વારા આ વીરનું સન્માન કરવામાં આવ્યું હતું. અને હાર પહેરાવી શાલ
ઓઢાડી ભારત દેશનું ગૌરવ વધારતા આ વીરનું સન્માન કરવામાં આવ્યું
હતું. અહીં આહીર સમાજના અગ્રણીઓ આગેવાન ઓ મોટી સંખ્યામાં
ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ અશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.