બેડી ચોકડી પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 32 વર્ષિય યુવાન નું મોત - At This Time

બેડી ચોકડી પાસે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા 32 વર્ષિય યુવાન નું મોત


શહેરના મોરબી રોડ મારુતિ સોસાયટીમાં રહેતો યુવક ગઈકાલ રાત્રિના બાઈક લઇ જતો હોય દરમ્યાન બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા નિકુંજ અકબરીનો મોત નીપજ્યું હતું. બનાવ પગલે મૃતકના પરિવારમાં કલ્પાંત છવાયો છે.
બનાવની વિગતો અનુસાર મોરબી રોડ મારુતિ સોસાયટીમાં રહેતા નિકુંજભાઈ નાનજીભાઈ અકબરી (ઉ.વ.32) નામનો યુવક ગઈકાલ રાત્રિના નવ વાગ્યાની આસપાસ પોતે બાઇક લઇ જતો હોય દરમિયાન બેડી ચોકડી નજીક યાર્ડ પાસે પહોચતા સામસામે બે બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. બનાવ અંગે કોઈ રાહદારીએ 108 ને જાણ કરતા તુરંત 108 સ્થળ પર પહોંચી યુવકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
જ્યાં સારવારમાં રહેલ ફરજ પરના તબીબે જોઈ તપાસી યુવકને મૃત જાહેર કરતા ગમગીની છવાઈ ગઈ હતી. બનાવ અંગે સિવિલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસ તુરંત દોડી ગઈ હતી. અને યુવકના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image