ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી ગૌતમ પરમાર સાહેબ તેમજ બોટાદ જિલ્લા એસ.પી. કે.એફ.બળોલિયા સાહેબ દ્વારા જિલ્લાના તમામ - At This Time

ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી ગૌતમ પરમાર સાહેબ તેમજ બોટાદ જિલ્લા એસ.પી. કે.એફ.બળોલિયા સાહેબ દ્વારા જિલ્લાના તમામ


પોલીસ કર્મચારીઓને સતત કાયદો અને વ્યવસ્થા જળવાઈ તે માટે સતત લોકોની સેવામાં રહેવા માટે જણાવેલ હોય ત્યારે આજરોજ તારીખ ૧૪/૦૨/૨૦૨૪ ના બરવાળા પોલીસ સ્ટેશન દ્વારા સુરક્ષા સેતુ અંતર્ગત બરવાળા તાલુકાના રામપરા ગામે શ્રી વી.એમ.સાકરીયા મહિલા આર્ટસ કોલેજ બોટાદ દ્વારા ''સ્વચ્છ ભારત અભિયાન'' અંતર્ગત "રાષ્ટ્રીય સેવા યોજના (NSS) દ્વારા શિબિર ચાલુ હોય જેની મુલાકાત લેવામાં આવેલ હતી જેમાં બરવાળા પોલીસ સ્ટેશનના PSI એસ.જી.સરવૈયા તેમજ WPC બિંદિયાબેન સી. માંડલિયા તેમજ બરવાળા ના જુનિયર અને સિનિયર SPC કેડેટ સાથે સામેલ રહેલા હતા જેમાં બરવાળા પોલીસ સ્ટેશનના psi શ્રી એસ. જી.સરવૈયા દ્વારા NSS ના વિદ્યાર્થીઓ તેમજ SPC કેડેટ્સને કાયદાકીય જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ મોટીવેટ કરેલ હતા તેમજ સુરક્ષાસેતુ અને શી ટીમ અંતર્ગત WPC બિંદિયાબેન સી. માંડલિયા દ્વારા વિદ્યાર્થીનીઓને સાયબર ક્રાઇમ અવેરનેસ અને SPC પ્રોજેક્ટ તેમજ પોલીસ વિભાગના વિવિધ હેલ્પ લાઈન નંબર જેવા કે ૧૦૦,૧૧૨,૧૮૧,૧૦૯૮,૧૯૩૦વિશે માહિતગાર કરવામાં આવ્યા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.