ધંધુકાની સામૂહિક આરોગ્ય ખાતે સ્ટાફની નિમણુંક ન કરાતાં દર્દીઓને ભારે હાલાકી. - At This Time

ધંધુકાની સામૂહિક આરોગ્ય ખાતે સ્ટાફની નિમણુંક ન કરાતાં દર્દીઓને ભારે હાલાકી.


ધંધુકાની સામૂહિક આરોગ્ય ખાતે સ્ટાફની નિમણુંક ન કરાતાં દર્દીઓને ભારે હાલાકી.

અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે આવેલી સરકારી હોસ્પિટલ જે સામૂહિક આરોગ્ય કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે હાલમાં ધંધુકા બરવાળા અને ધંધુકા ફેદરા તથા ધોલેરા હાઈવે ઉપર સતત ટ્રાફિક થી ધમધમતો હોવાથી અહીં વધારે પ્રમાણમાં અકસ્માતોની સંખ્યા જોવા મળી રહી છે.અને અકસ્માત મા ઈજાગ્રસ્ત થયેલા લોકોને પ્રથમ ધંધુકા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લાવવામાં આવે છે તેથી રાજ્ય સરકાર દ્વારા આ હોસ્પિટલ ને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી અપગ્રેડ કરીને પેટા જિલ્લા ની એક સો પથારી ધરાવતી હોસ્પિટલમાં તબદીલ કરી દીધી છે પરંતુ હજુ સુધી પેટા જિલ્લાની હોસ્પિટલ ના મંજુર મહેકમ મુજબ સ્ટાફ ની નિમણુંક કરવામાં આવી નથી તેથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે. આ હોસ્પિટલ માં આરોગ્ય વિભાગ દ્વારા વર્ગ એક, બે, ત્રણ અને ચાર મળીને કુલ ૧૨૧ માનવબળ મંજુર કરવામાં આવ્યું છે.તેમ છતાં હાલમાં આ હોસ્પિટલ ખાતે પૂરતા સ્ટાફની નિમણુંક કરવામાં આવી નથી તેથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોને અન્ય ખાનગી હોસ્પિટલોમાં સારવાર માટે જવાની ફરજ પડી રહી છે.હાલમા હોસ્પિટલ ખાતે એક અધિક્ષક છે તે પણ સાણંદ હોસ્પિટલ ખાતે ચાર્જ માં છે અને અન્ય ડોક્ટરોની જગ્યા ખાલી પડી છે તેથી હાઈવે રોડ ઉપર કોઈ ગંભીર અકસ્માત સર્જાય અને દર્દીને ઈમરજન્સી હોસ્પિટલ ખાતે લાવવામાં આવે તો ભારે મુસીબત ઉભી થવા પામે છે.આ અંગે આરોગ્ય વિભાગના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહેલી તકે અહી ડોક્ટર સહિતની ખાલી જગ્યાઓ ઉપર વહેલી તકે સ્ટાફની નિમણૂંક કરાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.