વિસાવદર પોસ્ટ ઓફિસ બદલવા ઉચ્ચ અધિકારીની સુચનાનો અમલ ક્યારે ટિમ ગબ્બરનો પોસ્ટને વેધક સવાલ
વિસાવદર પોસ્ટ ઓફિસ બદલવા ઉચ્ચ અધિકારીની સુચનાનો અમલ ક્યારે ટિમ ગબ્બરનો પોસ્ટને વેધક સવાલવિસાવદરતા.ટિમ ગબ્બર ગુજરાતના એડવોકેટ કે.એચ. ગજેરા તથા વિસાવદરના એડવોકેટ નયનભાઇ જોશી તથા તેમની ટીમના સભ્યોદ્વારા પોસ્ટ વિભાગની જુદી જુદી ઉચ્ચકચેરીઓમાં રજુઆત કરી વિસાવદર પોસ્ટ ઓફિસ જે જગ્યાએ બેસે છે તે જગ્યા અતિજર્જરીત હોય છતમાંથી સિમેન્ટના પોપડા પડતા હોય તથા વિસાવદર પંથકમાં થયેલ ૬૫ ઇંચ વરસાદના કારણે છત માંથી સતત વરસાદી પાણી ટપકતું હોય વિસાવદર તાલુકાના ૭૮ ગામડાઓ તથા ૧૮ થી ૨૦ જેટલા નેસ વિસ્તારના લોકો માટેની એક જ પોસ્ટ ઓફિસની આવી હાલત હોય નવી જગ્યા ફાળવવા વિકલ્પે તાત્કાલીક અન્ય ભાડૂતી જગ્યા રાખવામાં આવે તેવી રજુઆત કરી લોકોના ખુબજ અગત્યના દસ્તાવેજો પાણીમાં પલળતા હોય કોઈની અગત્યની ટપાલો કોઈના નોકરીના ઇન્ટરવ્યૂ લેટર કે ઓર્ડર પલળતા હોય આ બાબતે રજુઆત કરેલી હતી જેનો પોસ્ટ વિભાગ રાજકોટના આસી.ડાયરેકટર પોસ્ટલ સર્વિસના વડાનો પત્ર લખી ટિમ ગબ્બરને જણાવવામાં આવેલ છે કે,આ બાબતે વૈકલ્પિક જગ્યા તાત્કાલિક ગોતી જગ્યા ફેરવવા તા.૦૫/૦૭/૨૩નો ઉલ્લેખ કરી જણાવેલ છે તે પત્રના ૧૫ દિવસ થવા છતાં નવી જગ્યા નક્કી થયેલ ન હોય અને તાલુકાની પ્રજા પોસ્ટ વિભાગ સામે ઉગ્ર આંદોલન કરવાની તૈયારી કરી રહિયું છે આ ઉપરાંત જુનાગઢ ડિવિઝન ઓફિસ દ્વારા પણ તાત્કાલિક અસરથી વૈકલ્પિક જગ્યા ફાળવવા જણાવવામાં આવેલ હોવા છતાં પંદર દિવસમાં કોઈ કાર્યવાહી નહિ કરાતા જુનાગઢ જિલ્લાના સૌથી મોટા તાલુકાની પ્રજા હેરાન થઈ રહી છે અને જિલ્લાના તથા રાજકોટના આદેશનો ઉલાળીયો થયેલ હોય તેવું પ્રજાને અહેસાસ થઈ રહીયો હોવાનું તથા ટપકતા પાણીમાં લોકોની મરણમૂડી જેવી એફ.ડી
ઓ પણ પલળી રહી છે તેથી આ બાબતે તાત્કાલિક યોગ્ય કરવા ટિમ ગબ્બર ગુજરાતના વિસાવદર ના એડવોકેટ નયનભાઇ જોશીની એક અખબારી યાદીમાં જણાવાયું છે
રિપોર્ટ હરેશમહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.