વિસાવદર તાલુકા માટે અતિવૃષ્ટિ નું ખાસ મેગા રાહત પેકેજ જાહેર કરવા રાજ્ય કૃષિમંત્રી ને રજુઆત કરતા જિલ્લા ભાજપ મંત્રી નરેન્દ્રભાઈ કોટીલા - At This Time

વિસાવદર તાલુકા માટે અતિવૃષ્ટિ નું ખાસ મેગા રાહત પેકેજ જાહેર કરવા રાજ્ય કૃષિમંત્રી ને રજુઆત કરતા જિલ્લા ભાજપ મંત્રી નરેન્દ્રભાઈ કોટીલા


વિસાવદર તાલુકા માટે અતિવૃષ્ટિ નું ખાસ મેગા રાહત પેકેજ જાહેર કરવા રાજ્ય કૃષિમંત્રી ને રજુઆત કરતા જિલ્લા ભાજપ મંત્રી નરેન્દ્રભાઈ કોટીલાવિસાવદર તાલુકામાં સીઝન નો 100 ઇંચ કરતા પણ વધુ અતિ ભારે વરસાદ પડેલ છે એમાંય છેલ્લા આઠ દિવસમાં ઓક્ટોબર માસમાં સતત આઠ દિવસથી વરસાદ વરસી રહ્યો છે ત્યારે ખેડૂતોના પાકને મોટું નુકસાન થયેલ છે ખેડૂતોનો પાક ખળા માં આવે અને લણણી સમયે વરસાદ પડતા જેમને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે ત્યારે આ સિઝનનો વરસાદ 200 ટકા જેટલો વરસાદ થયો છે ત્યારે ખેડૂતોને આર્થિક રાહતની ખૂબ જ જરૂરિયાત છે જૂનાગઢ જિલ્લાના અન્ય તાલુકાઓમાં અતિવૃષ્ટિ સહાય મંજૂર થયેલ છે જે સારી વાત છે વિસાવદરમાં અતિવૃષ્ટિ ની નાતો સર્વે કામગીરી થયેલ છે કે નાં કોઈ આર્થિક સહાયની જાહેરાત પણ થયેલ . જેથી ખેડૂતોની મુશ્કેલીમાં મદદરૂપ થવા માટે વિસાવદર તાલુકાના દરેક ખેડૂતોને ભારત સરકાર અને ગુજરાતની રાજ્ય સરકાર દ્વારા ખાસ મેગા રાહત પેકેજ જાહેર કરવામાં આવે અને ખેડૂતોને મોઢે આવેલો કોળીઓ ઝુંટવાઈ ગયેલોહોય તેમાંથી બેઠા થવા માટે મદદરૂપ થવા માટે તાત્કાલિક વિચારણા કરી અન્ય તાલુકાઓની માફક વિસાવદર તાલુકામાં દરેક ખેડૂતોને ખાસ મેગા રાહત પેકેજ નો લાભ આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને મદદ કરે છે એક પ્રભારી મંત્રી તરીકે આપ સાહેબ ને વિનંતી કે આ બાબતનો ખાસ આ વિસાવદર તાલુકાની મુલાકાત લઈ અને તાત્કાલિક મેગા પેકેજ જાહેર કરો તેવી આપના માધ્યમથી અમો વિનંતી કરીએ છીએ આ બાબતમાં સત્વરે કોઈ નિર્ણય આવે તેવું ખેડૂત માંગ કરી રહ્યા છે તે બાબતની મેં આપને મેઈલ દ્વારા લેખિત જાણ કરેલ છે તો તાત્કાલિક ઘટતું કરવાવિનંતી

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.