રાજકોટ મહાનગરપાલિકા વોર્ડનં.૮માં સફાઈ અંગે સરપ્રાઈઝ ફેરણી કરતા કમિશનર.
રાજકોટ શહેર તા.૨૦/૧/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં શિફ્ટ વાઈઝ નિયમિત સફાઈ કરવામાં આવી રહી છે. સફાઈ કામદારો દ્વારા શેરી-મહોલ્લામાં દરરોજ સફાઈ કરવામાં આવી રહી છે જે અન્વયે આજે તા.૨૦-૧-૨૦૨૫ ના રોજ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ વોર્ડનં.૮માં રૂબરૂ જઈને સફાઈ અંગે સરપ્રાઈઝ ફેરણી કરી હતી. ફેરણી દરમ્યાન મ્યુનિસિપલ કમિશનરએ વોર્ડનં.૮ના રહેવાસીઓ સાથે સફાઈ બાબતે રૂબરૂ વાતચીત કટી હતી તેમજ વોર્ડનં.૮ ની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ઓફિસ ખાતે જઈને સફાઈ કામદારની હાજરી અને શિફ્ટ વાઈઝ કામગીરી કરતા સફાઈ કામદારોની કામગીરી અંગે સમીક્ષા પણ કરી હતી. ત્યારબાદ વોર્ડનં.૮ના વિવિધ વિસ્તારમાં રૂબરૂ જઈને સફાઈની પણ ચકાસણી કરી હતી. આજે વહેલી સવારે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ વોર્ડનં.૮ ની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ઓફિસ જઈ સફાઈ કામદારની કામગીરી અને હાજર સફાઈ કામદારની સમીક્ષા કરી હતી ત્યારબાદ વોર્ડનં.૮ ના વિવિધ વિસ્તારમાં રૂબરૂ જઈને સફાઈ અંગે નાગરિકોના રીવ્યુ મેળવી નિયમિત સફાઈ કામગીરી અંગે ચકાસણી કરી હતી. ફેરણી અંગે મ્યુનિસિપલ કમિશનરએ જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા શહેરને ચોખ્ખું રાખવા માટે સફાઈ કામગીરી કરવામાં આવી રહી છે. શહેરને સ્વચ્છ રાખવા માટે તંત્ર સાથે નાગરિકોએ પોતાનો નાગરિક ધર્મ બજાવવો એ દરેક નાગરિકની ફરજ છે. જ્યાં-ત્યાં કચરો ફેંકવો નહી, સુકો-ભીનો કચરો અલગ રાખવો અને જાહેરમાં ગંદકી ન કરવા શહેરીજનોને અપીલ કરું છું.
રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.
9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે
