સાબરકાંઠાના યુવક -યુવતીઓ માટે ઓન-લાઇન/વર્ચુયલયુવા ઉત્સવનું આયોજન
સાબરકાંઠાના યુવક- યુવતીઓ માટે ઓન-લાઇન/વર્ચુયલ યુવા ઉત્સવનું આયોજન
કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરની યુથ બોર્ડ શાખા દ્વારા પ્રેરિત તથા જિલ્લા રમતગમત અધિકારીની કચેરી સાબરકાંઠા દ્વારા જિલ્લાકક્ષાના યુવા ઉત્સવનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. આ કાર્યક્રમ ઓન-લાઇન/વર્ચુયલ કરવાનો થાય છે. જિલ્લાકક્ષાની આ સ્પર્ધાઓમાં ૧૫ થી ૨૯ વર્ષના યુવક યુવતીઓ માટે સિતાર,વાંસળી, તબલા, વીણા, મૃદગમ, હાર્મોનિયમ, ગીટાર તથા ક્લાસીકલ વોકલ સોલો, હિન્દુસ્તાની, કર્ણાટકી, મણીપુરી નૃત્ય, ઓડીસી નૃત્ય,ભરતનાટ્યમ ,કથ્થક ,કુચીપુડી, લોકનૃત્ય ,લોકગીત, એકપાત્રીય અભિનય, શીધ્ર વકૃત્વ આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકોએ તા.૩૦/૦૭/૨૦૨૨ના રોજ સાંજે ૫.૦૦ કલાક સુધીમાં પોતાની કૃતિ સી.ડી. અથવા પેનડ્રાઇવમાં પોતાનું નામ, સરનામું, મોબાઇલ નંબર સાથે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ક્રિષ્ના હોસ્પીટલ કમ્પાઉન્ડ સબજેલ પાસે ,હિંમતનગર સાબરકાંઠા કચેરીએ ફોન નં. ૦૨૭૭૨-૨૪૦૧૮૩ મો.૬૩૫૩૨૫૩૯૫૪ રૂબરૂ મોકલી આપવા વિનંતી.
૦૦૦૦૦૦
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપ ૨૦૨૨
સાબરકાંઠા જિલ્લાના બાળકો માટે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર હસ્તકની
આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અન્વયે “ચિલ્ડ્રન પેઇન્ટીંગ વર્કશોપ” તા. ૨૫ થી ૨૯ જુલાઇ ૨૦૨૨ સુધી સ્પેક્ટ્રમ હાઇસ્કૂલ, જલારામ મંદિર, ડેમાઇ રોડ, હિંમતનગર ખાતે આયોજન કરવાનું નક્કી કરેલ છે. જેમાં ૦૬ થી ૧૪ વર્ષ સુધીના કલાકારો ભાગ લઇ શક્શે. જેનું પ્રવેશપત્ર જિલ્લા રમતગમત અધિકારીની કચેરી ખાતેથી મેળવી તા.૨૦/૦૭/૨૦૨૨ સુધી કચેરી ખાતે મોકલી આપવાનું રહેશે. વધુ માહિતી માટે કચેરીના સંપર્ક નં. ૯૮૨૫૭૧૮૨૫૫ અને ૬૩૫૩૨૫૩૯૫૪ પર મેળવવાની રહેશે.
આબીદઅલી ભુરા
હિંમતનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.