પુત્ર દ્વારા પિતાની બંદૂક લઇ સોશિયલ મીડિયામાં ફોટો ફરતો કરવા બાબતે બંને શખ્સોને દબોચી લીધા - At This Time

પુત્ર દ્વારા પિતાની બંદૂક લઇ સોશિયલ મીડિયામાં ફોટો ફરતો કરવા બાબતે બંને શખ્સોને દબોચી લીધા


સાયલા પંથકમાં બીજાની બંદૂકો હાથમાં રાખીને એના ફોટા પાડી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મૂકીને સીન સપાટી ઈસમો સામે કાયદાનું શસ્ત્ર ઉપાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે તાલુકાના નવાગામ ખાતે રહેતા એક યુવાને પોતાનો વટ પાડવા માટે પિતાની બંદૂક સાથે નો ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કરતા તેની સાથે તેના પિતાને પણ પોલીસ લોકઅપ હવા ખાવી પડી હતી સાયલા તાલુકાના નવાગામ, (બાવળીયા) રહેતા વિક્રમ રવજીભાઈ બાવરીયા નામના યુવાની થોડા સમય પહેલા પોતાના પિતાની પરવાના વાળી ડબલ બેરલ મજરલોટ બંધુક સાથે નો ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યા ની ખાનગી બાતમી કોમ્બિગ નાઈટ અનુસંધાને પેટ્રોલિંગ માં સુરેન્દ્રનગર SOG ટીમના અમરભા ગઢવી ને મળી હતી આ બાબતે SOG પીઆઈ બી એચ શીગરખીયા ટીમે બંદૂક સાથે નો ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કરનાર વિક્રમ બાવરીયા ની અટકાયત કરી હતી.

ધર્મેન્દ્ર દવે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image