આ છે...... સાબરકાંઠાની સશક્ત મહિલાઓના કુશળ સંચાલનમાં સાબરનું સાહસ પંચાયત થી લઈ પાર્લામેન્ટમાં પ્રતિનિધિત્વ કરતી નારી શક્તિ - At This Time

આ છે…… સાબરકાંઠાની સશક્ત મહિલાઓના કુશળ સંચાલનમાં સાબરનું સાહસ પંચાયત થી લઈ પાર્લામેન્ટમાં પ્રતિનિધિત્વ કરતી નારી શક્તિ


આજે વિશ્વ મહિલા દિવસ......

આ છે...... સાબરકાંઠાની સશક્ત મહિલાઓના કુશળ સંચાલનમાં સાબરનું સાહસ
પંચાયત થી લઈ પાર્લામેન્ટમાં પ્રતિનિધિત્વ કરતી નારી શક્તિ
******
૧.૨૩ લાખથી વધુ પશુપાલક મહિલાઓ તેમજ સ્વ સહાય જુથની ૬૭ હજાર મહિલાઓ આત્મ નિર્ભતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી રહી છે.
*******

આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી મહિલા સશક્તિકરણ માટે અનેક પ્રયાસો કરી રહ્યા છીએ. બેટી બચાવો, બેટી પઢાઓ, મહિલાઓને આગળ વધવા માટે શિક્ષણમાં અનેક સ્કોલરશીપ લોન દ્વારા શિક્ષિત અને દીક્ષિત કરવા માટે સરકાર દ્વારા અનેક યોજનાઓ અમલી બનાવી છે. જેના પરિણામ સ્વરૂપ આજે મહિલાઓ દરેક ક્ષેત્રમાં આગળ આવી રહી છે.
મહિલાઓ ઘરના રસોડાથી લઈ પાર્લામેન્ટ સુધી પહોંચી છે. સાબરકાંઠા જિલ્લાના જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, લોકસભામાં સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા અને રાજ્યસભામાં શ્રીમતી રમીલાબેન બારા સાબરકાંઠાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. જે ખૂબ જ ગૌરવની વાત છે.
વાત કરીએ મહિલા અધિકારીઓની તો જિલ્લામાં નિવાસી અધિક કલેકટર તરીકે સુશ્રી ક્રિષ્ના વાઘેલા વહીવટી તંત્રમાં મહત્વની કામગીરી કરી રહ્યા છે. ડીવાયએસપીસ સુશ્રી પાયલ સોમેશ્વર જે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની કામગીરી સંભાળી રહ્યા છે.
સાબરકાંઠા જિલ્લાની ઓળખ એટલે રાજ્યને સૌથી વધુ શિક્ષક આપનારા જિલ્લો. જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ વિભાગમાં ૩૦૨૮ શિક્ષિકાઓ બાળકોને શિક્ષણની સાથે સંસ્કાર આપી રહી છે . ત્યારે આપણી આંગણવાડીમાં ભૂલકાઓને શાળા શિક્ષણ માટે સજ્જ કરનારી આંગણવાડી કાર્યકરો તેડાગર બહેનોને કેમ ભુલાય. જે બાળકોની માતાની જેમ પ્રેમથી આંગણવાડીમાં જમાડે છે તેમના આરોગ્યની દરકારની સાથે તેમના માનસિક વિકાસમાં પણ સહાયક બને છે તેવી સાબરકાંઠા જિલ્લાની ૩,૭૬૧ બહેનો બાળકોના પૂર્વ શિક્ષણ ને મહત્વપૂર્ણ રીતે સજાવી રહી છે.
આરોગ્ય વિભાગની વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં ૧૫૮ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, ૪૯ સ્ટાફ નર્સ, ૨૨ લેબ ટેક્નિશન, ૧૦ ફાર્મા, ૩૩૨ એફ.એચ.ડબલ્યુ, ૧૨ એસ એચ એસ, ૧૩ આયુષ મેડિકલ ઓફિસર, ૧૫ મેડિકલ ઓફિસર, સાથે જિલ્લાની મેડિકલ કોલેજમાં ૨૬૩ થી વધુ મહિલાઓ સ્ટાફ નર્સ તરીકે દર્દીઓની સેવા કરી રહી છે.
પોલીસ વિભાગમાં હાલમાં હેડક્વાર્ટર ડીવાયએસપી તરીકે સુશ્રી પાયલ સોમેશ્વર, ૫ મહિલા પીઆઈ, ૧૨ પીએસઆઇ અને ૩૭૪ મહિલા પોલીસ કર્મી નાગરિકોની સુરક્ષામાં તૈનાત છે.
આ સિવાય પણ અનેક મહિલાઓ સાબરકાંઠા જિલ્લાના વહીવટી તંત્રમાં જિલ્લા પંચાયતમાં જિલ્લાની અનેક કચેરીઓમાં પોતાની સેવાઓ આપી રહી છે. સાબરકાંઠાની દીકરીઓ અનેક જિલ્લાઓમાં સારા અને મહત્વના પદો પર સરકારમાં કામ કરી રહી છે.
આ સિવાય સાબરકાંઠા જિલ્લાની મહિલાઓ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત તાલીમ મેળવી ૬,૭૮૦ સ્વ સહાય જૂથમાં ૬૭૮૦૦ થી વધુ મહિલાઓ સ્વતંત્ર રીતે આર્થિક ઉપાર્જન કરી રહી છે. સાબરકાંઠા જિલ્લાની જીવા દોરી સમાન સાબર ડેરીમાં ૨૧૧ થી વધુ મહિલા દૂધ મંડળી કાર્યરત છે જેમાં સંપૂર્ણ વહીવટ મહિલાઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. ૧,૨૩,૨૬૬ મહિલાઓ દૂધ ઉત્પાદન થકી સ્વ નિર્ભર બની છે.
સાડીના પાલવથી માન મર્યાદા અને મોભો સાચવતી મહિલા આજે માત્ર ઘરનું રસોડું નહીં પરંતુ અનેક મહત્વના પદોની જવાબદારી સંભાળી સામાજિક સેવાનું કામ કરી રહી છે. આજે સાચા અર્થે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના મહિલા સશક્તિકરણના સ્વપ્ન સાકાર થઈ રહ્યા છે. જે સામાજિક સંતુલનની દિશામાં સરાહનીય પ્રયાસ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image