માળીયા હાટીના અને ચોરવાડ પોલીસે રૂ. 2.70 લાખના વિદેશી દારૂનો નાશ કર્યો
1902 બોટલ માળીયા હાટીના અને 375 બોટલ ચોરવાડ પોલીસ સ્ટેશને JCB મશીનથી કરી નાશ, અધિકારીઓની ઉપસ્થિતિમાં કાર્યવાહી
માળીયા હાટીના અને ચોરવાડ પોલીસ દ્વારા જુદા જુદા સ્થળોએ થયેલી કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂનો મોટો જથ્થો પકડવામાં આવ્યો હતો. ત્યારબાદ નોંધાયેલ કેસોની કાર્યવાહી બાદ ન્યાયિક મંજૂરી મળતાં દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, માળીયા હાટીના પોલીસ સ્ટેશન દ્વારા કુલ ₹2,31,384 કિંમતના વિદેશી દારૂની 1902 નાની મોટી બોટલો અને ચોરવાડ પોલીસ સ્ટેશન દ્વારા કુલ ₹38,932 કિંમતની 375 નાની મોટી બોટલોનું જથ્થું અલગ અલગ કાર્યવાહી દરમિયાન જપ્ત કરવામાં આવ્યું હતું. બંને પોલીસ સ્ટેશનોના દારૂનો કુલ આંક ₹2,70,316 થાય છે.
આ દારૂનો નાશ મેંદરડા નાયબ કલેક્ટર કિશન ગરચર તથા ઇન્ચાર્જ DySP બી.સી. ઠક્કર સહિત પોલીસ અધિકારીઓની હાજરીમાં કરવામાં આવ્યો હતો.
દરમિયાન માળીયા હાટીના પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.સી. પટેલ, PSI એમ.એમ. હિંગોરા, ચોરવાડ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.આઈ. મંધારા, PSI ડી.એચ. વાળા અને નશાબંધી PSI એસ.એન. કોદાવલા સહિતનો પોલીસ સ્ટાફ પણ હાજર રહ્યો હતો.
દરેક બોટલ પર JCB મશીન ફેરવીને દારૂનો નાશ કરવામાં આવ્યો હતો, જેથી કોઈપણ પ્રકારનો પુનઃઉપયોગ ન થાઈ શકે.
રિપોર્ટર પ્રતાપ સીસોદીયા માળીયા હાટીના
મો. 98255 18418
મો. 75758 63292
આ પ્રકારના તમામ સમાચાર માટેે
