વડનગર સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે વિશ્વ પુસ્તક દિવસ ઉજવણી કરવામાં આવી
વડનગર સરકારી તાલુકા પુસ્તકાલય ખાતે વિશ્વ પુસ્તક દિવસ ઉજવણી કરવામાં આવી
વિશ્વ પુસ્તક દિવસ, ૨૦૨૫
સરકારી તાલુકા પુસ્તકાલય, વડનગર. જિ. મહેસાણા ખાતે ૨૩ એપ્રિલ ૨૦૨૫ ના રોજ વિશ્વ પુસ્તક અને કોપીરાઈટ દિવસની ઉજવણી નિમિત્તે યોજાયેલ પુસ્તક પ્રદર્શન વાચકોના સથવારે દીપ પ્રાગટ્ય કરી પુસ્તક પ્રદર્શન વડનગર અને તાલુકાની વાંચનપ્રેમી પ્રજાજનો અને વિદ્યાર્થીઓ સારૂ ખુલ્લું મૂકવામાં આવેલ. મદદનીશ ગ્રંથપાલ શ્રી સંજય સોલંકી માર્ગદર્શન થકી ગ્રંથાલય ના સેવક શ્રી હિરેન પરમારે વિશ્વ પુસ્તક કોપીરાઇટ દિવસ અંગેનું મહત્વ વિશે ઉપસ્થિત વાચકોને જાણકારી આપેલ હતી અને તેમાં પુસ્તક વાંચવા થી જીવન જીવવા નો રસ્તો મળે છે. પુસ્તકો થી સદવિચાર આવે આમ જોવા જઈએ તો પુસ્તક હરહંમેશા મિત્ર તરીકે કામ કરે છે. તેથી દરેક પુસ્તક વાચે તો જીવન સાર્થક બની જાય તેવી અને કોઈ માણસ જો આપઘાત કરવા જાય અને જતા જતા જો પુસ્તક હાથ માં આવી જાય તો તે પુસ્તક ના વાંચન થી આપધાત તથા જીવનમા સંધર્ષ થી તે પોતાની મંઝીલ પણ પાર કરી શકે એટલે કહેવાય માં આવે છે કે વિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે લોકો સુધી સંદેશો પહોંચે તેવી સરકારી તાલુકા પુસ્તકલય માં વિશ્વ પુસ્તક દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.
મદદનીશ ગ્રંથપાલ સંજય સોલકી અને સ્ટાફ મિત્રો તેમજ વાચકોએ ઉત્સાહભેર ભાગ લઈ ગ્રંથ પ્રદર્શન નિહાળી વિશ્વ પુસ્તક અને કોપીરાઇટ દિવસની એકબીજાને શુભેચ્છા પાઠવેલ.
રિપોર્ટ -જીગર પટેલ વડનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
