મહિલા મિત્ર ને દબાણ કરી સબંધ રાખવાં મજબૂર કરતા અભયમ ૧૮૧ મહિલા હેલ્પ લાઇન મદદે
181 મહિલા હેલ્પ લાઇન માં એક પીડિતાએ કોલ કરી જણાવેલ કે તેમના પ્રેમી તેમની જોડે મારકૂટ કરે છે 181 માં પીડિતા બેનનો કોલ આવતાં કાઉન્સેલર ચંદ્રિકા બેન મકવાણા અને પાઇલોટ જીગ્નેશભાઈ તથા મહિલા કોન્સટેબલ સહિત ઘટના સ્થળ ઉપર પહોંચતા જાણવા મળેલ કે પીડિતા બેન તેમના પતિ દારૂ પિતા એટલે 2 વર્ષથી અલગ રહેતા અને પ્રેમી પીડિતા ભાડે રહે છે ત્યાં જ રહેતા હોય પીડિતા બેને બેંક માંથી લોન લીધી હતી ત્યારે પીડિતા પાસે ફોન હતો નહિ એટલે શેરીમાં રહેતા યુવકનો કોન્ટેક્ટ નંબર આપ્યો હતો અને એમાંથી પ્રેમ સંબંધ બંધાયો હતો હવે પીડિતા ને પ્રેમી હેરાન કરે પીડિતા પ્રેમી જોડે નથી રહેવા માંગતા છતાં પીડિત ને જોડે રહેવા મજબૂર કરે છે પીડિતા બેને પ્રેમ થી ઘણી વાર સમજાવેલ છતાં પ્રેમી બહુ ખરાબ ગાળો બોલે છે.પીડિતા આજે બેનપણી ના ઘરે બેસવા ગયા હતા ત્યાં પ્રેમી એ ઝઘડો કરી મારકૂટ કરી હતી પીડિતા એ પ્રેમી સાથે તમામ સંબંધો તોડી નાખ્યાં હતાં છતાં પ્રેમી હેરાન કરતા હતા પ્રેમીના ઘરે ગયેલ પ્રેમી હાજર ના હોય પ્રેમીને ફોન દ્વારા બોલાવી કડકાઈ થી કાયદાકિય ભાષા માં સમજાવેલ કે પીડિતા ને જબર જસ્તી ન કરે ફાવે એમ ન બોલે એમનો કોઈ અધિકાર નથી પીડિતા ને હેરાન કરવાનો પીડિતા ને પોતાની જિંદગી સ્વતંત્રતાથી જીવવા દે પ્રેમી એ પોતાની ભૂલ સ્વીકારી અને પીડિતા ની માફી માંગી અને જણાવેલ કે હવે પછી પીડિતાને બોલાવશે નહિ કે ફોન કરી હેરાન નહીં કરે અને ક્યારેય પણ ગાળા ગાળી કે મારકૂટ નહિ કરે પ્રેમી સમજી જતા પીડિતાને આગળ કોઈ કાર્યવાહી કરવી ન હોય સમાધાન કરાવેલ.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.