રાજકોટમાં PF ઓફિસના ડે. કમિશનર પર CBIની ટ્રેપ, રૂ.2 લાખની લાંચ લેતા એજન્ટને રંગે હાથ ઝડપી પાડ્યો
ગાંધીનગર CBIની ટીમ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં રાજકોટ સ્થિત વિદેશ વેપારની કચેરીમાં ફરજ બજાવતા જોઈન્ટ ડાયરેકટરને લાખો રૂપિયાની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા હતો. જે બાદ ફરી ગાંધીનગર CBIની ટીમ દ્વારા રાજકોટમાં ઓપરેશન હાથ ધરી EPFOના ડેપ્યુટી રીજીયોનલ કમિશનર ઉપર ટ્રેપ કરવામાં આવી હતી. CBIના છટકામાં રૂ.2 લાખની લાંચ લેતા એજન્ટને શહેરના ગોંડલ રોડ પર આવેલ આંગડીયા પેઢીની બહારથી ઝડપી લઈ પૂછપરછ કરવામાં આવી હતી. બાદમાં ડેપ્યુટી કમિશનરને ત્યાં તપાસ માટે તેના રહેણાંક પર ટીમ પહોચી હતી. જો કે, રહેણાંક મકાન પર તાળા લાગેલ હોવાથી CBI દ્વારા મકાનને સીલ કરવામાં આવ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.