સાયલા વેપારી મંડલ દ્વારા રજત જયંતિ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. - At This Time

સાયલા વેપારી મંડલ દ્વારા રજત જયંતિ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો.


સાયલા વેપારી મહામંડળ ની સ્થાપના ઈ.સ. વર્ષ ૨૦૦૦ માં થઈ હતી. જેને આજે વર્ષ ૨૦૨૫ માં વેપારી મંડળ ને 25 વર્ષ પૂર્ણ થયાં હતાં. જે નિમિતે વેપારી મંડળ ના પ્રમુખ મનુભાઈ એમ.સિંધવ તથા મહામંત્રી રજનીભાઈ ડગલી દ્વારા સાયલા ના વેપારી ભાઈઓનું રજત જયંતિ સ્નેહ મિલન નું આયોજન કર્યું હતું. જેમાં સ્વ : રતીભાઈ પટેલ ૨૧ વર્ષ ઉપપ્રમુખ રહી ચૂકેલા હતાં તેમને પણ સ્મરણાંજલી દ્વારા તેમના પુત્ર પાર્થ પટેલ ને સન્માનિત કર્યા હતાં.વધુ માં સાયલા નું ગૌરવ અલ્પેશભાઈ શાહ (સંદેશ પત્રકાર)દ્વારા 83 વખત રક્તદાન કરવા બદલ વેપારી મંડળ દ્વારા અભિનંદન શુભેચ્છા આપી હતી. છેલ્લા 25 વર્ષ માં સાયલા વેપારી મંડળ ને સારો પ્રતિસાદ મળ્યો છે. તથા વણ ઉકેલ પ્રશ્નો ના ઉકેલ પણ આવી ગયા છે. સાયલા ના નાના વેપારીઓ ને પણ મંડળ દ્વારા સાથ સહકાર મળી રહ્યો છે.
સાયલા વેપારી મહામંડળ માં મુખ્ય પ્રમુખ - મનુભાઈ એમ.સિંધવ, મહામંત્રી - રજનીભાઈ ડગલી, ઉપ.પ્રમુખ - વિષ્ણુભાઈ પટેલ, અહમદભાઈ પાયક, સુરેશભાઈ પઢેરીયા, મંત્રી - ગોવિંદભાઈ પટેલ, ખજાનચી - વિજયભાઈ રામાનુજ,
કમેટી સભ્ય - લાલજીભાઈ (વડોદ વાળા ), ગીરીશભાઇ કુકડીયા, કાન્તીભાઈ પુનાણી, જયરાજભાઈ ડોડીયા, રમેશભાઈ સોનગરા, રૂપેશભાઈ શાહ, વિપુલભાઈ દવે, ધવલભાઈ કુકડીયા, રાજુભાઈ કુકડીયા, કિશોરભાઈ કંદોઈ તથા સાયલા ના નાના મોટા વેપારી ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતાં.
વેપારી મંડળ ના પ્રમુખ તથા મહામંત્રી દ્વારા સ્વૈચછીક નિવૃત્તિ માટે અપીલ કરી હતી પરંતુ વેપારી મંડળ ના સભ્યો દ્વારા એમને જ પોતાનો હોદ્દો સાંભળવા નું જ માન્ય રાખ્યું હતું.
સમગ્ર કાર્યક્રમ નું સંચાલન નારસંગભાઈ સિંધવ, તથા દીપકભાઈ કચ્છી દ્વારા કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.