આર્ટસ કોલેજ મોડાસાના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ મહોત્સવ ઉજવાયો
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને આર્ટસ કોલેજ મોડાસાના સંયુક્ત ઉપક્રમે માતૃભાષા સપ્તાહ અંતર્ગત 21મી ફેબ્રુઆરી 2025 માતૃભાષા મહોત્સવ ઉજવવામાં આવ્યો.આ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે શિક્ષણવિદ શ્રી કિરણભાઈ પટેલ તથા શ્રી જયેન્દ્રભાઈ પંડ્યા એ માતૃભાષાની અનિવાર્યતા ઉપર મનનીય વ્યાખ્યાન આપ્યા. તેમના વિષયો "પુસ્તકનું વાંચન' તથા "માતૃભાષા નું' મહત્વ હતા સમારંભ ના અધ્યક્ષ તથા મંડળના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ શાહ સાહેબે વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા આચાર્યશ્રી ડો. દીપકભાઈ જોશી એ માતૃભાષા વિશે જાણકારી આપી ગુજરાતી વિષયના અધ્યક્ષ ડો. મરીનાબેન ચૌહાણે માતૃભાષા વિશેના પોતાના વિચારો રજૂ કર્યા.ગુજરાતી વિભાગના પ્રા. જી.એમ ચૌધરીએ કાર્યક્રમનું સંચાલન કર્યુ.ડો.મંજુલાબેન સોલંકી આભાર વિધિ કરી.આર્ટસ અને બી. એડ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો.
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે
