મહિસાગર : કડાણા તાલુકાના માલવણ ગામ ખાતે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના માલવણ ગામ ખાતે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી.
માલવણગામે રણ મુક્તેશ્વર મહાદેવ મંદિરમાં બિરાજમાન હનુમાનજી મહારાજની ચમત્કારિક મૂર્તિ નો વિશાળ શણગાર માલવણ મહિલા મંડળ તથા મારુતિ મંડળ દ્વારા કરવામાં આવ્યો, આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમમાં મારુતિ યજ્ઞ યોજવામાં આવ્યો.
આ કાર્યક્રમમાં માલવણ ગામ તથા આજુબાજુ ગામના ભાવીભક્તોએ વિશાળ સંખ્યામાં ભાગ લીધો હતો તેમાં મહાપ્રસાદીનું આયોજન પણ કરવામાં આવ્યુ હતુ
મારુતિ મંડળના પ્રમુખ શ્રી ભગવાનદાસ મૂળ ચંદાણી, મનોજભાઈ દરજી, વસંતભાઈ વાળંદ, ધીકાંતભાઈ મોદી, રાજુભાઈ ભાટિયા તેમજ મહિલા મંડળ ના પ્રમુખ શ્રીમતી મીનાબેન રાવલ, તુલસાબેન મૂળચંદાણી ની અથાગ મહેનત રહી.
રાત્રે ૦૯ : ૦૦ કલાકે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું, ધીકાંતભાઈ મોદીના સ્વરો માં સુંદરકાંડ ગાવામાં આવ્યો. સુંદરકાંડમાં પણ માલવણ તથા આજુબાજુ ગામના ભક્તો દ્વારા શ્રવણ કરવામાં આવ્યું.
આમ દર વર્ષની જેમ આ વર્ષે પણ હનુમાન જયંતિ ની ઉજવણી ખૂબ ધામધૂમથી કરવામાં આવી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
