પોરબંદર ટ્રાફિક પોલીસ દ્વારા એસ. ટી. બસ સ્ટેન્ડ વર્કશોપ ખાતે ટ્રાફિક અરવનેસ કાર્યક્રમ યોજાયો - At This Time

પોરબંદર ટ્રાફિક પોલીસ દ્વારા એસ. ટી. બસ સ્ટેન્ડ વર્કશોપ ખાતે ટ્રાફિક અરવનેસ કાર્યક્રમ યોજાયો


લેન ડ્રાઈવિંગ, વાહન ગતિ મર્યાદા માં ચલાવવા ગુડ સમરીટન યોજના,ટ્રાફિક નિયમોની સમજ તેમજ સુરક્ષા માટે ના સોનેરી નિયમો લખેલ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું

ગોસા(ઘેડ) તા. ૨૮/૦૨/૨૦૨૫ પરવાહ રાજય વ્યાપી માર્ગ સલામતી અભિયાન અંતર્ગત પોરબંદર ટાફીક પોલીસ દ્વારા પોરબંદર એસ. ટી. બસ્ટેન્ડ વર્કશોપ ખાતે ટ્રાફિક અરવનેસ કાર્યક્રમ યોજાયો

પોરબંદર પોલીસ અધિક્ષક શ્રી ભગીરથસિંહ જાડેજાનાઓના સલામતી માર્ગદર્શન તથા સૂચના મુજબ "પરવાહ" રાજ્યવ્યાપી માર્ગ સલામતી અભિયાન -૨૦૨૫ અંતર્ગત પોરબંદર એસ. ટી. બસ્ટેન્ડ વર્કશોપ ખાતે ટ્રાફિક અરવનેસ કાર્યક્રમ કરવામાં આવેલ.
જેમાં એસ. ટી. બસ ડ્રાઈવરોને માર્ગ સલામતી નિયમો વિષયક જરૂરી કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવેલ હતું.
વાહન અકસ્માત ન સર્જાય તે માટે વાહન રોંગ સાઈડમાં ન ચલાવાવ, લેન ડ્રાઈવિંગ બાબતે, વાહનની ગતિ મર્યાદા બાબતે વિગેરે સાવચેતી પૂર્વક ડ્રાઈવિંગ કરવા અને ટ્રાફિક નિયમોની જાણકારી આપી નિયમોનું અવશ્ય પાલન કરવા જણાવેલ હતું, તેમજ ગુડ સમરીટન યોજનામાં વાહનઅકસ્માત માં ભોગ બનનાર ઈજાગ્રસ્તોને ગોલ્ડન અવર્સમાં સારવાર અર્થે હોસ્પિટલ પહોચાડનાર વ્યકિતને ગુડ સમરીટન કહેવામાં આવે છે અને મદદરૂપ થનાર ગુડ સમરીટનને પ્રશંસાપત્ર તથા રોકડ પુરસ્કાર મળવાપાત્ર છે અને ગુડસમરીટન ને કોઈ પણ પ્રકારની પરેશાની ન થાય તેની પૂરતી કાળજી લેવામાં આવે છે અને તે ઈચ્છે તો તેમની ઓળખ પણ ગુપ્ત રાખી શકે છે વિગેરે માહિતી આપવામાં આવેલ હતી.આ ઉપરાંત હીટ એન્ડ રન સ્કીમ ૨૦૨૫ બાબતે વિગતવાર જરૂરી કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવેલ. અને માર્ગ સુરક્ષા માટે ના સોનેરી નિયમો લખેલ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પોરબંદર એસ. ટી. ડેપો મેનેજર પી. બી. મકવણા ની ઉપસ્થતિમાં એસ.ટી. ડ્રાઈવરો અને કન્ડકટરોમા નેભાભાઈ કુછડીયા, કિશોરભાઈ વરૂ, પોપટભાઈ કેશવાલા, આવડા ભાઈ હુણ, નાગાજણભાઈ કડછા, ચનુભાઈ ગીગાભાઈ, જીવાભાઈ કેશવાલા, રામભાઈ ઓડેદરા સહિતના એસ. ટી. કર્મચારીઓને જાણકારી આપવામાં આવી હતી.

રિપોર્ટર :-વિરમભાઈ કે.આગઠ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image