પંચમહાલ જિલ્લાની તમામ કોર્ટોમાં તા.૧૨મી નવેમ્બરના રોજ રાષ્ટ્રિય લોક-અદાલત યોજાશે. - At This Time

પંચમહાલ જિલ્લાની તમામ કોર્ટોમાં તા.૧૨મી નવેમ્બરના રોજ રાષ્ટ્રિય લોક-અદાલત યોજાશે.


પક્ષકારોએ સંબંધિત કોર્ટોમાં સંપર્ક કરી તાત્કાલિક અરજી કરવાની રહેશે

ગોધરા

નામદાર રાષ્ટ્રિય કાનૂની સેવા સત્તા મંડળ-નાલ્સા, ન્યૂ દિલ્હીના આદેશથી તેમજ નામદાર ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ,અમદાવાદના માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા આગામી તા. ૧૨મી નવેમ્બર, ર૦રરના રોજ ગોધરા જિલ્લા મથકની સાથે-સાથે શહેરા, મોરવા (હ.), કાલોલ, હાલોલ, ઘોઘંબા, જાંબુઘોડા તાલુકા મથકોની તમામ કોર્ટોમાં આગામી તા. ૧૨મી નવેમ્બર, શનિવાર ર૦રરના રોજ નામદાર અધ્યક્ષ, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ, પંચમહાલ અને પ્રિન્સીપલ ડિસ્ટ્રીક એન્ડ સેશન્સ કોર્ટ જિલ્લા અદાલત પંચમહાલના અધ્યક્ષસ્થાને નેશનલ લોક-અદાલત યોજવામાં આવશે.

જેમાં તમામ પ્રકારના સમાધાનપાત્ર પેન્ડિંગ કેસો જેમ કે, ક્રિમીનલ કંમ્પાઉન્ડેબલ ઓફેન્સ, નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ-૧૩૮ હેઠળના કેસો, બેંક રિકવરીના કેસો, એમ.એ.સી.ટી. કેસો, મેટ્રીમોનીયલ કેસો, લેબર ડીમ્પ્યુટ કેસો, ઈલેકટ્રીક અને વોટર બીલ (ચોરીના નોન - કંપાઉન્ડેબલ સિવાય) કેસો, સર્વિસ મેટર જેમાં પગાર ભથ્થાં અને નિવૃત્તિના લાભોને લગતાં કેસો, એલ.એ.આર., રેવન્યુ કેસો, અન્ય સીવીલ કેસો (રેન્ટ, ઈઝમેન્ટરી રાઈટસ, ઈન્જેક્શન શુટ, સ્પેર્સીફીક પરફોર્મેન્સ શૂટ ) અને પ્રિ-લીટીગેશન કેસો વિગેરે સમાધાન અર્થે મૂકી શકાશે.

નેશનલ લોક - અદાલતનો વધુમાં વધુ લોકો સમાધાનથી વિવાદમુકત બને તે હેતુથી આયોજન કરવામાં આવેલ છે. આમાં સમાધાન કરવા ઈચ્છા ધરાવતા તમામ પક્ષકારોને સંબંધિત કોર્ટોનો અથવા જીલ્લા કાનુની સેવા સત્તા, ગોધરા, ડીસ્ટ્રીકટ કોર્ટ કંપાઉન્ડ, સીવીલ અને ક્રિમીનલ કોર્ટ બિલ્ડીંગ, બીજા માળ રૂમ નં. ૩૨૩ ખાતે સંપર્ક કરવા સચિવશ્રી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પંચમહાલ ગોધરાએ એક અખબારી યાદીમાં જણાવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.