બાવળા તાલુકાના સરલા ગામે તસ્કરોનો તરખાટ રોકડ રકમ દાગીના સહીત આઠ લાખ મતાની ચોરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/7tqibdqmlgurfabu/" left="-10"]

બાવળા તાલુકાના સરલા ગામે તસ્કરોનો તરખાટ રોકડ રકમ દાગીના સહીત આઠ લાખ મતાની ચોરી


એક મકાનમાં તસ્કરો ત્રાટક્યા
રોકડ રકમ સહિત રૂ.8.55 લાખના દાગીના ચોરી ગયા
મકાન માલિકે બગોદરા પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
બગોદરા :અમદાવાદ જિલ્લા ના બગોદરા પોલીસ મથક ની હદ માં લૂંટ, ઘરફોડ ચોરી. ના બનાવો વધી રહ્યા છે બાવળા તાલુકાના સરલા ગામે રહેતા રઘુભાઈ ઉકાભાઇ ભરવાડ બગોદરા ની શિવમ વિદ્યાલયમા શિક્ષક તરીકે નોકરી કરે છે તેમના ઘરે ગત તારીખ 6 11 2022 ના રોજ રાત્રિના સુમારે પેપર ચેક કરી સુતા પછી આશરે સાડા નવ વાગ્યાની આસપાસ થી વહેલી સવાર શુધી માં કોઈ અજાણા તસ્કરો તેમના મકાનના ધાબા પરથી સીડી દ્વારા પ્રવેશ કરી મકાનના રૂમમા આવેલ લાકડાના ફર્નીચર મા બનાવેલ કબાટમાંથી દરદાગીના તથા રોકડ રકમ સહિત રૂા.8,55,250 ચોરી કરી ફરાર થઈ જતા મકાન માલિકે બગોદરા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પી એસ આઈ જાની, કિશોરસિંહ, કિશનભાઈ સહીત સ્ટાફે સરલા ગામે પહોંચી તાપસ હાથ ધરી છે ઘરફોડ ચોરી ની મુદામાલ વધુ હોય
એફ એસ એલ તથા ડોગ સ્પોર્ટની મદદ લેવાઈ અમદાવાદ ગ્રામ્ય એલસીબી સહિત ની ટિમો પણ તસ્કરો ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે તો બીજી બાજુ પોલીસ પ્રેટોલીગ પર સવાલ ઉથઈરહ્યા છે

ચોરાયેલ વસ્તું
1.) પોચ તોલાનો પાટી પારો. કિ.રૂા.96000
2 )ચાર નંગ સોનાની બંગડી ચાર તોલાની. કિ.રૂ.141500
3 )સોની ચેન એક તોલું કિ.રૂ. 40000
4 )સોનાનો પારો અઢી તોલાનો કિ.રૂા.37500
5 )મંગળસૂત્ર ત્રણ તોલાનુ કિ.રૂ.45000
6 )સોનાથી વીટી પાંચ તોલાની 10 નંગ 155000
7) સોનાની બુટી એક જોડી દોઢ તોલા કિ.રૂ.41250
8) સોનાનુ લોકેટ ત્રણ તોલા કિ.રૂ.45000
9 )સોનાની કાનમાં પહેરવાની પોખવાની એક તોલું કિ.રૂ. 10000
10 )સોનાથી રામનામી દોઢ તોલાની કિ.રૂ.15000
11 )સોનાનો અઢધા તોલાનો લવિંગયો કિ.રૂ.5000
12.) સોના ના એક જોડ ઝુમ્મર કિ.રૂ. 11000
13). કાનસેર અઢધા તોલા સોનાની કિ.રૂ.7000
14). સોના બે નંગ પેડલ કિ.રૂ. 20000
15.) અડધા તોલાની બૂટી કિ.રૂ. 5000
16) બે નંગ સોનાના દાણા કિ.રૂ. 2000
17.) અડધા તોલાનો સોના નો સિક્કો કિ.રૂ.10000
18.) એક તોલાનો સોનાનો સિક્કો અંદાજે કિ.રૂ.10000
19.) એક છડા ચાદીના કિ.રૂ.3000
20). એક જોડ ચાંદીના સલર 500 ગ્રામના કિ.રૂ.25000
21.) દોઢ કિલો ચાંદીની મૃર્તિ શ્રીફળ પૂજાપો વગેરે રૂ.45000
22) ચાંદીનો કનદોરો કિ.રૂ.21000
23). કબાટ માં પડેલ રોકડ રૂ.70.000

રોકડ રકમ અને દાગીના સહીતકુલ રૂા.855250 મતાની ચોરી થઈ

રીપોર્ટર: મુકેશ ઘલવાણીયા ધોળકા બાવળા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]