મહીસાગર : માર્ગ અકસ્માતમાં 1 નું મોત કડાણા તાલુકા ના ભાગલીયા ચોકડી પાસે ની ઘટના.
મહીસાગર : માર્ગ અકસ્માતમાં 1 નું મોત
કડાણા તાલુકા ના ભાગલીયા ચોકડી પાસે ની ઘટના
તુફાનગાડી અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત
માર્ગ અકસ્માતમાં બાઇક ચાલક નું ઘટના સ્થળે મોત
મૃતક કડાણા તાલુકાના માછીના નાધરા ગામના માછી હીરાભાઈ ભેમાભાઇ હોવાનુ જણાઇ આવ્યુ.
કડાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી.
મુનપુર થી ખાનપુર રસ્તા પર ધનુષ પેટ્રોલપંપ, આગરવાડા માછીના નાધરા ચાર રસ્તા ચોકડી પર, વેલણવાડા ચોકડી, ભાગલીયા મલેકપુર ચોકડી વગેરે જગ્યાએ જંપ (બમ્પ) મુકવાની તાતી જરૂર છે.
એ પણ પ્રશાસને ધ્યાનમાં લેવું જોઈએ.
આ રસ્તા ની આજુબાજુ જંગલ વિસ્તાર હોવાથી જંગલી પ્રાણીઓ પણ વધુ હોવાથી અવાર નવાર અકસ્માતો થતા રહે છે.
જો ઉપરોક્ત જગ્યાઓએ બમ્પ મૂકવામાં આવે તો અકસ્માત નો ભય ઓછો કરી શકાય.
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહીસાગર, કડાણા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
