ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત ઓબ્ઝર્વરશ્રીઓએ પંચમહાલ જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી કામગીરીની સમીક્ષા કરી
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪,પંચમહાલ
ગોધરા
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત ૧૮-પંચમહાલ
લોકસભા મત વિસ્તાર માટે ભારતીય ચૂંટણી પંચ દ્વારા નિયુક્ત કરાયેલ જનરલ ઓબ્ઝર્વરશ્રી છોટે સિંગ,પોલીસ ઓબ્ઝર્વરશ્રી અંજની કુમાર ઝા તથા ખર્ચ ઓબ્ઝર્વરશ્રી નેહા સહાયએ ગોધરા જિલ્લા સેવા સદન સ્થિત કલેકટર કચેરી સભાખંડ ખાતે જિલ્લાના તમામ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજી ચૂંટણીલક્ષી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
બેઠકમાં સર્વ ઓબ્ઝર્વરશ્રીઓએ નોડલ અધિકારીઓની કામગીરી, ખર્ચ મોનિટરિંગ અંતર્ગત નિમવામાં આવેલ ફ્લાઈંગ સ્ક્વોડ, એસ.એસ.ટી, વી.એસ.ટી. ચેક પોસ્ટની વિગતો,ન્યુઝ મોનિટરિંગ સહિતની બાબતોથી વાકેફ થઈને જરૂરી સૂચનો કર્યા હતા.તેમણે ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરી હતી અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી આશિષ કુમાર,નોડલ ઓફિસર ખર્ચ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.કે.બારીયા,પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સહિત જિલ્લાના તમામ નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.