સાયલા ખાતે તાલુકા હેલ્થ ઓફિસ ખાતે આશા બહેનોનું સંમેલન યોજાયું.
સાયલા તાલુકા હેલ્થ ઓફિસ ખાતે એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત આરોગ્ય ઉત્સવ તેમજ આશા સંમેલન નું આયોજન કરાયું હતું.આ કાર્યક્રમ માં તાલુકા પંચાયત પ્રમુખ ખીમાભાઇ બાવળીયા. જિલ્લા પંચાયત સદસ્ય મુળજીભાઈ પરાલીયાં. સાયલા સરપંચ અજયરાજ સિંહ ઝાલા.ન્યાય સમિતિ ચેરમેન પી. પી. જાદવ. જિલ્લા ક્ષય અધિકારી ડો. ચેતન પટેલ. C.U. શાહ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર થી ગાયનેક તથા પીડિયાટ્રીક ડો. ઊર્મિબેન પારેખ. અને ડો. પ્રીત મુગરા. PHC ના તમામ મેડિકલ ઓફિસર. આરોગ્ય સ્ટાફ તથા આશા બહેનો ઉપસ્થિત રહ્યા હતાં. ABP પ્રોગ્રામ અંતર્ગત આશા બહેનો ધ્વરા નાટક રજૂ કરવામાં આવ્યું હતું તથા ક્ષેષ્ઠ કામગીરી કરનાર આશા બહેનો ને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.અધિકારી તથા પદાઅધિકારી દ્વારા કાર્યક્રમ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવ્યું. કાર્યક્રમ ને સફળ બનાવવા ડો. હિતેષ મકવાણા THO સાયલા તથા તેમની ટીમ ધ્વરા અથાગ પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
