સાબરકાંઠા જિલ્લા બાગાયત વિભાગની નવતર પહેલ - At This Time

સાબરકાંઠા જિલ્લા બાગાયત વિભાગની નવતર પહેલ


સાબરકાંઠા જિલ્લા બાગાયત વિભાગની નવતર પહેલ
*******
૫૦ મહિલા વૃતિકા તાલીમાર્થી બહેનોએ મૂલ્યવર્ધનની કામગીરી પ્રત્યક્ષ નિહાળી
*******
સાબરકાંઠા જિલ્લામાં મહિલાઓ કૃષિ ક્ષેત્રે આગળ વધી આત્મનિર્ભર બને તેવા આશયથી સાબરકાંઠા જિલ્લામાં પાંચ દિવસીય મહિલા વૃતિકા તાલીમાર્થી કાર્યશિબિર યોજાઇ હતી. આ તાલીમ શિબિરમાં મહિલાઓને બાગાયતી પાકોના મૂલ્યવર્ધનની કામગીરી પ્રત્યક્ષ નિહાળી શકે તે માટે પ્રોસેસિંગ પ્લાન્ટ ની મુલાકાત કરવામાં આવી હતી.
જેમાં અરવલ્લી જિલ્લાના ગોપાલ નમકીન પ્રાઇવેટ લિમિટેડ ખાતે પ્રોસેસિંગ બટાકાની વિવિધ પ્રોડક્ટ જેવી વેફોર્સ, ચેવડો તથા સત્વમ ન્યુટ્રીફ્રુટ્સ પ્રાઇવેટ લિમિટેડ, સાબરકાંઠા જિલ્લાના સોનાસણ ખાતે મસાલા પાકોના મૂલ્યવર્ધન, તલોદ તાલુકાના પ્રખ્યાત ઇન્સ્ટન્ટ મિક્સ તલોદની ફેક્ટરીમાં વિવિધ પેકિંગ પ્રોડક્ટની કામગીરી નિહાળી હતી. આ બહેનોને મૂલ્યવર્ધન અંગેની પૂરેપૂરી જાણકારી મળી રહે તેઓ કયા પાક થકી અને કઈ પ્રોડક્ટ થકી મૂલ્યવર્ધન કરી શકશે તેની રૂબરૂ જાણકારી અપાઇ હતી.
આ મુલાકત સમયે ૫૦ વૃતિકા તાલીમાર્થી બહેનોને નાયબ બાગાયત નિયામક શ્રી ડી.એમ. પટેલ, મદદનીશ બાગાયત નિયામક શ્રી જે. એમ. પટેલ, શ્રી એ.વી. ગઢવી. તેમજ સંપૂર્ણ બાગાયત ટીમ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી હતી. અહીં રૂબરૂ મુલાકાતમાં મૂલ્યવર્ધન અંગે માહિતી સભર વિગતો આપી સમગ્ર પ્રવાસને સફળ બનાવ્યો હતો.
૦૦૦૦૦૦૦૦૦૦૦

abidali bhura himatnagar


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.