બોટાદમાં ડબલ એન્જિનની સરકાર લોકોની સુખાકારી અને કલ્યાણ અર્થે સતત કાર્યરત
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ભૂગર્ભ ગટર યોજના ફેઝ-1 અને 2નું લોકાર્પણ
રૂ. 57.94 કરોડના ખર્ચે 49.61 એમ.એલ.ડી. ક્ષમતા ધરાવતું પમ્પીંગ સ્ટેશન કાર્યરત થશે
આધુનિક અને વિકસીત નગરો-શહેરો ગુજરાતની આગવી ઓળખ છે. ગુજરાત સરકારે રાજ્યના તમામ શહેરો સુવિધાયુક્ત અને સમૃદ્ધ બને તે દિશામાં નક્કર પગલા લીધા છે. ત્યારે દેશનાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી બોટાદ જિલ્લા સહિત રાજ્યભરનાં લોકોને અનેક યોજનાઓ થકી લાભાન્વિત કરી રહ્યાં છે. કોઈપણ શહેરમાં ગટર વ્યવસ્થા જેટલી સુદ્રઢ હોય, એટલું જ સુદ્રઢ સ્વચ્છતા અને સ્વાસ્થ્યનું સ્તર હોય છે. જેના માટે ગુજરાત સરકાર ભૂગર્ભ ગટર યોજનાના માળખાને વધુ સુદ્રઢ બનાવવા નિરંતર કાર્યશીલ છે. આવો જ એક પરિણામલક્ષી પ્રયાસ છે બોટાદ શહેર ભૂગર્ભ ગટર યોજના.
આગામી સમયમાં બોટાદ જિલ્લાના લોકોને મળતી સુવિધા વધુ સુદ્રઢ બને તે હેતુસર વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અનેક પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રૂ. 57.94 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર યોજના ફેઝ-1 અને 2નું લોકાર્પણ થશે. આ ભેટ થકી બોટાદવાસીઓની સુખાકારીમાં વધારો થશે.
બોટાદમાં ડબલ એન્જિનની સરકાર લોકોના કલ્યાણ અર્થે સતત કાર્યરત છે. આ યોજના અંતર્ગત બોટાદ જિલ્લામાં 49.61 એમ.એલ.ડી. જેટલી ક્ષમતા ધરાવતું પમ્પીંગ સ્ટેશન કાર્યરત થશે. શહેરી વિકાસ વિભાગના આ પ્રોજક્ટનું અમલીકરણ પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ યોજનાથી ગંદા પાણીનો નિકાલ થવાથી વાતાવરણ અને ભૂગર્ભજળ બંનેમાં પ્રદુષણનું સ્તર ઘટશે અને બોટાદ શહેરની સ્વચ્છતામાં વધારો થશે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.