મેંદરડા તાલુકાનાં ગુંદાળા ગામના રહીશ હિતેશભાઈ રાવલિયા ની પુત્રી એ રાવલીયા પરિવાર તેમજ આહીર સમાજ અને સ્વ.એન.આર.બોરીચા કોલેજ સહીત સમગ્ર ગુજરાત મા નામ રોસન કરેલ એ આહીર સમાજ ના હીર ને લાખ લાખ અભિનંદન સહ શુભેચ્છાઓ - At This Time

મેંદરડા તાલુકાનાં ગુંદાળા ગામના રહીશ હિતેશભાઈ રાવલિયા ની પુત્રી એ રાવલીયા પરિવાર તેમજ આહીર સમાજ અને સ્વ.એન.આર.બોરીચા કોલેજ સહીત સમગ્ર ગુજરાત મા નામ રોસન કરેલ એ આહીર સમાજ ના હીર ને લાખ લાખ અભિનંદન સહ શુભેચ્છાઓ


આહીર સમાજનુ હીર એવા સ્મિતા રાવલિયાએ ગોલ્ડ મેડલ મેળવી સમગ્ર ગુજરાત અને મેંદરડા તાલુકા નું નામ રોશન કરેલ
મેંદરડા તાલુકાના ગુંદાળા ગામની સ્મિતા રાવલિયા એ છઠ્ઠી ઇન્ટરનેશનલ કરાટે સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવી શ્રેષ્ઠ પ્રદર્શન કરેલ છે
મેંદરડા તાલુકાના નાના એવા ગુંદાળા ગામના રહીશ હિતેશભાઈ રાવલિયાની દીકરી જે મેંદરડા ખાતે આવેલી શ્રી એન.આર.બોરીચા કોલેજમાં બી.એ.સેમેસ્ટર એકમાં અભ્યાસ કરી રહેલ છ, જેઓએ ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાન મેળવી અને નેપાળ ખાતે યોજાયેલી છઠ્ઠી ઇન્ટરનેશનલ ગેમ્સ ૨૦૨૨ માં કરાટે સ્પર્ધામાં ભાગ લઈ ગોલ્ડ મેડલ મેળવેલ છે તે બદલ બોરીચા કોલેજના ટ્રસ્ટી ભરતભાઈ તથા પ્રતાપભાઈ બોરીચા દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ તેમજ સ્મિતા રાવલીયા ના વતન ગુદાળા ખાતે સમસ્ત ગ્રામજનો,આગેવાનો સરપંચ, પૂર્વ તાલુકા પ્રમુખહમીરભાઈ માડમ,,પૂર્વ સરપંચ ભરતભાઈ માડમ,જૂનાગઢ જિલ્લા સદસ્ય,સામાજિક આગેવાન મહેશ બાપુ અપારનાથી સહિતનાઓ દ્વારા સ્મિતાબેન રાવલિયાને ફુલ હારપહેરાવી સાલ ઓઢાડી વિવિધ પ્રકારની મોમેન્ટો આપી ભવ્ય સ્વાગત કરી સન્માનિત કરવામાં આવેલ હતું જેમાં મેંદરડા તાલુકા આહિર સમાજ, બોરીચા કોલેજ તેમજ રાવલિયા પરિવારનુ નામ રોશન કરેલ છે તે બદલ સૌ કોઈ ઉપસ્થિત લોકો દ્વારા અભિનંદન અને શુભેચ્છા પાઠવવામાં આવેલ હતી ઉતરોતર પ્રગતિના શિખરો સર કરે તેવી શુભકામનાઓ પાઠવવામાં આવેલ
રીપોર્ટીંગ -કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon