કેશોદના બામણાસા ઘેડ વિસ્તારમાં ખનીજ ચોરીનું કૌભાંડ? – તલાટી અને ખનિજ વિભાગના કર્મચારી સામે ગંભીર આક્ષેપ! - At This Time

કેશોદના બામણાસા ઘેડ વિસ્તારમાં ખનીજ ચોરીનું કૌભાંડ? – તલાટી અને ખનિજ વિભાગના કર્મચારી સામે ગંભીર આક્ષેપ!


જુનાગઢ, કેશોદ તા. 13 એપ્રિલ – કેશોદ તાલુકાના બામણાસા ઘેડ વિસ્તારમાંથી એક ગંભીર મામલો સામે આવ્યો છે, જેમાં ગામના જ રહેવાસી ઉમેશભાઈ આત્રોલીયાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી તેમજ geology and mining વિભાગને લેખિત રજૂઆત કરી છે કે ગામના તલાટી મંત્રી અને ખનિજ વિભાગના કર્મચારી દ્વારા ખનીજ ચોરી કરાતી હોવાની દાદ ફરમાવી છે.

ઉમેશભાઈ આત્રોલીયાની રજૂઆત મુજબ, ગૌચરની જમીનમાં મોટી હિટાચી મશીન તથા છ ડમ્ફરો દ્વારા માટી અને મોહરમનું બેફામ ખનન કરવામાં આવી રહ્યું છે. આ ખનન માટે કોઈપણ પ્રકારની સરકારી મંજૂરી ન હોવા છતાં, દરફેરા રૂ. 5000ના લેનદેનની ખોટી ગોઠવણી કરી તલાટી મંત્રી તથા ખનિજ વિભાગના કર્મચારી દેવરાજ ચારિયા આ પ્રવૃત્તિમાં ભાગીદાર હોવાની વિગતો આપવામાં આવી છે.

જ્યાં ગ્રામજનો દ્વારા આ ખનન રોકવાની કોશિશ કરવામાં આવી, ત્યાં તલાટીમંત્રી દ્વારા તેને “સરકારી કામ” જાહેર કરી જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થયો હતો. ઉલ્લેખનીય છે કે સરકારી કામકાજ હોય તો નિયમસર રોયલ્ટી તથા પત્રવ્યવહારની પ્રક્રિયા થવી જરૂરી હોય છે – પરંતુ આવી કોઈ પ્રક્રિયા અહીં થઈ ન હોવાનું લોકો જણાવી રહ્યા છે.

આ કૌભાંડના મુખ્ય આરોપી તરીકે દર્શાવાતા દેવરાજ ચારિયાનો મોબાઈલ નંબર પણ રજૂઆતમાં ઉલ્લેખાયો છે – તેમનાથી કાર્યવાહી કરવાની માંગ કરાતા છતાં અહીં સુધી કોઈ પગલાં લેવાયા નથી, એવી પણ રજુઆત થઈ છે.

ગ્રામજનોની માંગ છે કે –

તાત્કાલિક આ ખનિજ ચોરી રોકવામાં આવે
હિટાચી મશીન અને તમામ ડમ્ફરો કબજામાં લેવાય
તલાટી મંત્રી વિરુદ્ધ ખાતાકીય તપાસ શરુ થાય
અને સંડોવાયેલા તમામ વ્યક્તિઓ વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવે
આ પ્રકારની ખનીજ ચોરી માત્ર કુદરતી સંસાધનોનો નાશ નથી કરતી, પણ સરકારી તંત્ર અને અધિકારીઓમાં વસવાટ કરેલા ભ્રષ્ટાચારના ગંભીર સંકેત પણ આપે છે. સરકાર દ્વારા આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ તાત્કાલિક તપાસ અને કાર્યવાહી થશે તેવી લોક અપેક્ષા છે.

લિખિત રજૂઆતકર્તા: ઉમેશભાઈ આત્રોલીયા, બામણાસા – તા. કેશોદ, જી. જુનાગઢ
રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image