ક્ષત્રિય સમાજ ના કલાકારોને સરકાર દ્વારા સન્માનિત ન કરતા દહેગામ ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું - At This Time

ક્ષત્રિય સમાજ ના કલાકારોને સરકાર દ્વારા સન્માનિત ન કરતા દહેગામ ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું


રાજ્ય સરકાર દ્વારા સમાજના કલાકારોને સન્માનિત ન કરતા દહેગામ ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું.થોડા દિવસ અગાઉ રાજ્ય સરકાર દ્વારા અન્ય સમાજના કલાકરોને વિધાનસભામાં બોલાવી સન્માનિત કરવામાં આવ્યા હતા જયારે ઠાકોર સમાજ તથા અન્ય ઓબીસી સમાજના કલાકારોને આ કાર્યક્રમમાં આમન્ત્રિત ન કરતા ગુજરાતી ફિલ્મ અભિનેતા વિક્રમ ઠાકોર દ્વારા શોસીયલ મીડિયામાં વિડિયો બનાવી સરકાર ક્ષત્રિય સમાજ તેમજ અન્ય ઓબીસી સમાજના કલાકારો સાથે અન્યાય કરતી હોવાની રજૂઆત કરવામાં આવી હતી જે બાદ સમગ્ર ગુજરાતમાં આ બાબતે ઉગ્ર વિવાદ ઉભો થતા સમગ્ર દહેગામ ક્ષત્રિય સમાજ દ્વારા દહેગામ મામલતદાર સમક્ષ પોતાના સમાજના કલાકારોને સરકાર ફરીથી સન્માનિત કરે અને સમગ્ર કલાકારને ન્યાય મળી રહે તેવી માંગ સાથે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. . . . રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image