પાંડવકાલીન પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિરે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસ ભાદરવી અમાસ નિમિત્તે ભવ્ય લોક મેળો યોજાયો 500 વર્ષની પરંપરા મુજબ ગાંફ ઠાકોર સ્ટેટ પરિવાર દ્વારા વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા સાથે 52 ગજની ધજા ચઢાવવામાં આવી લાખો ભાવિકો દર્શને ઉમટી પડ્યા, કોરોના કાળના 2 વર્ષ બાદ પંથકના સૌથી મોટા લોક મેળામાં લાખોની ભીડ ઉમટી પડી, ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે લોકમેળો અને ધ્વજા રોહણ કાર્યક્રમ યોજાયો.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામ ખાતે આવેલું છે 5500 વર્ષ પૌરાણિક ભીમનાથ મહાદેવ મંદિર કે જેની સ્થાપના અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો એ કરી હતી આ પ્રાચીન ભીમનાથ મહાદેવ મંદિરે પંથક સહિત રાજ્યના અલગ અલગ જિલ્લાઓ અને અલગ અલગ રાજ્યોના હજારો શ્રદ્ધાળુઓનું આસ્થા કેન્દ્ર છે ત્યારે સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન અહીં ભક્તોનું ઘોડાપુર દર્શન પૂજન માટે ઉમટી પડે છે, ત્યારે આજે પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસ ભાદરવી અમાસ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં મંદિર ખાતે 52 ગજની ધજા બદલી નવી ધ્વજા ચઢાવવામાં આવે છે આ ધ્વજા 500 વર્ષની જુની પરંપરા મુજબ ભાલ ના ગાંફ સ્ટેટ ના ઠાકોર સાહેબ પરિવાર દ્વારા ચઢાવાય છે જે પરંપરા મુજબ આજરોજ તારીખ 27 ઓગસ્ટ 2022 ને શનિવારના રોજ નવી 52 ગજની ધજાની સમગ્ર ભીમનાથ ગામમાં ઢોલ નગારા સાથે વાજતે ગાજતે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી અને બાદમાં મંદિર ખાતે ધ્વજ સ્તંભ પર નવી 52 ગજની ધ્વજા ચઢાવવામાં આવી હતી, સાથે જ અહીં ભાદરવી અમાસનો ભવ્ય લોકમેળો યોજાઇ છે ત્યારે કોરોના કાળના 2 વર્ષ બાદ આજરોજ પંથકનો સૌથી મોટો ભવ્યાતિભવ્ય લોકમેળો યોજાયો હતો જેમાં લાખો લોકો મેળો માણવા અને ભીમનાથ મહાદેવના દર્શન અને ધ્વજા રોહણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને અને દર્શન કરી ધન્યતા અનુભવી હતી, જ્યારે બરવાળા પોલીસ સહિત જિલ્લા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે લોકમેળો અને ધ્વજા રોહણ કાર્યક્રમ શાંતિ પૂર્ણ માહોલમાં ઉજવાયો હતો.
રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.