દાહોદ જીલ્લામાં' પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત અભિયાન હેઠળ તા.૧૬ થી ૩૧ જાન્યુઆરી સુધી ઘનિષ્ઠ એક્ટિવ ટીબી કેસ ફાઈન્ડિંગ કેમ્પેઈન - At This Time

દાહોદ જીલ્લામાં’ પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત અભિયાન હેઠળ તા.૧૬ થી ૩૧ જાન્યુઆરી સુધી ઘનિષ્ઠ એક્ટિવ ટીબી કેસ ફાઈન્ડિંગ કેમ્પેઈન


દાહોદ : દાહોદ જીલ્લામાં' પ્રધાનમંત્રી ટીબી મુકત ભારત' અભિયાન તા.૧૬.૦૧.૨૦૨૫ થી તા.૩૧.૦૧.૨૦૨૫ સુધી ઘનિષ્ઠ એક્ટિવ ટીબી કેસ ફાઈન્ડિંગ કેમ્પે- ઈન કરવામાં આવશે. માનનીય વડાપ્રધાન દ્વારા ભારત દેશને 2025સુધીમાં ટીબી રોગ નિર્મૂલન કરવા માટે આહવાન કરેલ છે.

આ હેતુને સિદ્ધ કરવા માટે ટીબીના તમામ કેસોને વહેલાસર શોધી તેમને સારવાર પર મુકી સંક્રમણની કડી તોડવામાં આવે તો ટીબી નિર્મૂલનનો લક્ષ્યાંક સિદ્ધ થઈ શકે ટીબી નિર્મૂલનની કામગીરીમાં વેગ લાવવા માટે દાહોદ જીલ્લાના તમામ ગામના કુલ ૨૬૫૨૭૨૧ વસ્તી ની અંદર ટીબી સર્વે કરવામાં આવશે ૩.૯૩ લાખ ઘરની અંદર સર્વે કરવામાં આવશે.


8200181542
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.