નકલી નોટ પ્રકરણમાં આણંદ કનેક્શન એક ની પૂછપરછ.
કામરેજમાં પકડાયેલી નકલી ચલણી નોટોનું આણંદ કનેકશન,એમ્બ્યુલન્સમાંથી 25 કરોડની બે હજારની નોટ પકડાઇ હતી,આણંદના વિપુલ પટેલ નામના યુવકની પૂછપરછ હાથ ધરાઇ.
સુરતના કામરેજ ખાતેથી પકડાયેલી 25 કરોડની બે હજારની દરની નોટો પ્રકરણમાં સુરત પોલીસે આણંદના એક યુવકની પૂછપરછ હાથ ધરી છે.પોલીસે આ અંગે ગુનો નોંધીને અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ઘરતા જામનગરના કાલાવડ તાલુકાના મોટાવડાળા ગામેથી સ્ટીલની 19 પેટીમાં ઘાસ નીચેથી સંતાડેલી ડુપ્લીકેટ નોટનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.
બાદમાં પોલીસે ડુપ્લીકેટ નોટ પ્રકરણમાં હિતેશ કોટડીયાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી. તેણે જણાવ્યું હતું કે, આ નોટો રાજકોટથી જામનગર થઈ એમ્બ્યુલન્સમાં ભરીને ફિલ્મના શુટિંગ માટે લઈ જવામાં આવતી હોવાનું જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ આ પકડાયેલી નોટોના ઓથા હેઠળ ચેરીટેબલ ફંડના નામે છેતરપિંડી કરવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની દિશામાં તપાસ હાથ ઘરાઈ છે.આ તપાસમાં આ ડુપ્લીકેટ નોટોનો કોભાંડનો રેલો આણંદ સુધી પહોંચ્યો છે. સુરત પોલીસે આ ગુનામાં આણંદના વિપુલ પટેલ નામના યુવકની પૂછપરછ હાથ ધરી છે તેમ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.