સાબરકાંઠા જિલ્લાના-: ગાંભોઇ પોલીસ સ્ટેશનની હદમાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂ બિયર ભરેલી સી.એન.જી.રીક્ષા ઝડપી પાડી કુલ્લે કિ.રૂ.૧,૮૨,૬૪૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા……
સાબરકાંઠા જિલ્લાના-: ગાંભોઇ પોલીસ સ્ટેશનની હદમાંથી ભારતીય બનાવટનો વિદેશીદારૂ બિયર ભરેલી સી.એન.જી.રીક્ષા ઝડપી પાડી કુલ્લે કિ.રૂ.૧,૮૨,૬૪૦/- નો મુદ્દામાલ કબ્જે કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા......
---------------------------------------------------------------------------------------------------------------
સાબરકાંઠામાં-: પોલીસ મહાનીરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ,ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક વિશાલકુમાર વાઘેલા સાબરકાંઠાનાઓએ પ્રોહીબીશનની બદી સંપુર્ણપણે નાબુદ કરી નાંખવા આપેલ સુચના આધારે પોલિસ ઇન્સ્પેક્ટર એ.જી.રાઠોડ એલ.સી.બી.નાઓના માર્ગદર્શન અનુસાર પોલિસ સબ ઇન્સ્પેક્ટર એસ.જે.ચાવડા એસ.સી.બી.તથા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિક્રમસિંહ તથા પોલિસ કોન્સ્ટેબલ અમરતભાઇ,અનિરૂધ્ધસિંહ,પ્રકાશભાઇ તથા ડ્રાઇવર પોલીસ કોન્સ્ટેબલ કાળાજી વિગેરે એલ.સી.બી.શાખાના પોલીસ સ્ટાફની ટીમ બનાવેલ..
*"ઉપરોક્ત ટીમના માણસો ગઇ તા.૨૮/૦૧/૨૦૨૩ ના રોજ ગાંભોઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિ વોચમાં હતાં.તે દરમ્યાન સાથેના પોલિસ કોન્સ્ટેબલ અનિરૂધ્ધસિંહ તથા પોલિસ કોન્સ્ટેબલ પ્રકાશભાઇનાઓને બાતમી હકિકત મળેલ કે "એક પીળા કલરની સી.એન.જી.રીક્ષા નંબર 67584448 માં ચાલક ઇસમ રાજસ્થાનથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી ભીલોડા, મઉં, કડોદરી થઈ વાસણા ગામ તરફ આવનાર છે*"..
જે બાતમી આધારે વાસણા ગામની સીમમાં રોડ ઉપર નાકાબંધી કરી મઉ,કડોદરી તરફથી આવતાં વાહનોની વોચમાં હતાં,તે દરમ્યાન મઉ,કડોદરી તરફ્થી ઉપરોક્ત બાતમી મુજબની સી.એન.જી. રીક્ષા નંબર GJ384448 ની આવતાં,જે રીક્ષાને રોકી જેમાં જોતાં સીટની પાછળના ભાગે વિમલના બે થેલા તથા એક મીણીયાની થેલી હોય..
જે થેલીઓ ખોલી જોતાં તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની છૂટી બોટલો તથા બીયરની બે પેટીઓ ભરેલ હોઇ સદર રીક્ષાના ચાલકનું નામ પુછતાં જગદીશકુમાર સન ઓફ મન્નાભાઇ બાબુભાઇ ગામેતી ઉ.વ.૧૯,રહે.ઝાંઝરી,ભાણમેર ફળો, તા.ખેરવાડા,જી.ઉદેપુર (રાજસ્થાન) હોવાનુ જણાવતાં સદર રીક્ષા માથી મળી આવેલ ભારતીય બનાપટનો વિદેશી દારૂ બીયર નંગ ૧૪૪ કિ.રૂ. ૩૨,૧૪૦/- તથા સી.એન.જી. રીક્ષા નંબર G7384448ની કિ.રૂ.૧,૫૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ. ૧,૮૨,૬૪૦/-નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી જગદિશકુમાર સ/ઓ મન્નાભાઇ ખાભાઇ ગામેતી ૩.વ.૧૯ રહે.ઝાંઝરી,ભાણમેર કળી,તા.ખેરવાડા,જી.ઉદેપુર (રાજસ્થાન)નાઓ વિરૂધ્ધ ગાંભોઇ પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુ.ર.નં.૧૧૨૦૯૦૧૪૨૩૦૦૪૪/૨૦૨૩ ધી ગુજરાત પ્રોહિ એકટ ક.૬૫એઇ,૮૧,૮૩ મુજબનો ગુન્હો નોંધી પ્રોહી ગણનાપાત્ર કેસ કરી આગળની વધુ તપાસ અર્થે ગાંભોઇ પોલિસ સ્ટેશન ખાતે સોંપેલ છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.