આયુષ્યમાન આરોગ્ય મંદિર પીપળીયા ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી - At This Time

આયુષ્યમાન આરોગ્ય મંદિર પીપળીયા ખાતે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવી


પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના પ્રા.આ.કેન્દ્ર ટાટમના સેજા હેઠળના આયુષ્યમાન આરોગ્ય મંદિર પીપળીયા ગામે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવેલ. વિશ્વ મેલેરિયા દિવસ 2025ની થીમ "મેલેરિયાનો અંત આપણાથી શરૂઆત થાય છે, પુનઃનિવેશ કરો, નવેસરથી કલ્પના કરો, જુસ્સો જગાવો" અનુસંધાને શિબિરનું આયોજન કરેલ. જેમાં મેલેરિયા રોગનો ઉદ્દભવ, બચવાના ઉપાયો અને યોગ્ય સારવાર અને મચ્છરના પોરા નિદર્શન કરેલ. તાલુકા સુપરવાયઝર પી.કે.ખવડીયા, સુપરવાયઝર હિતેશભાઈ પટેલ અને મુકેશભાઈ ડેરવાળીયા અને રૂપલબેન આચાર્યએ ગ્રામજનોને વિસ્તૃત માહિતી આપેલ. આ કાર્યક્રમને સફળ બનાવવાના ગામના આશાબહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image