ના હોય / 20 વર્ષના વિદ્યાર્થીએ શેર માર્કેટમાં રોકાણ કરી એક મહિનામાં કરી 664 કરોડની કમાણી, તમે પણ બની શકો છો કરોડોના માલિક - At This Time

ના હોય / 20 વર્ષના વિદ્યાર્થીએ શેર માર્કેટમાં રોકાણ કરી એક મહિનામાં કરી 664 કરોડની કમાણી, તમે પણ બની શકો છો કરોડોના માલિક


Earning From Stock Market: રોકાણકારો શેરબજારમાંથી જંગી નફો કમાઈ રહ્યા છે. ભારત ઉપરાંત વૈશ્વિક બજારમાં પણ રોકાણકારો કરોડપતિ બની રહ્યા છે. આજે અમે તમને એક એવા વિદ્યાર્થી વિશે જણાવીશું જેણે શેરબજારમાં 215 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું અને એક મહિના પછી જ સ્ટોક વેચ્યો. એક મહિનામાં તેને લગભગ 878 કરોડ રૂપિયા મળ્યા, એટલે કે આ વિદ્યાર્થીએ માત્ર એક મહિનામાં 664 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી.

અમેરિકાનો છે મામલો

તમને જણાવી દઈએ કે આ મામલો અમેરિકાનો છે. આ 20 વર્ષનો વિદ્યાર્થી છે અને તેનું નામ જેક ફ્રીમેન છે. તે યુનિવર્સિટી ઓફ સાઉથ કેલિફોર્નિયાનો વિદ્યાર્થી છે. આ વિદ્યાર્થીએ બેડ બાથ એન્ડ બિયોન્ડ (Bed Bath and Beyond) કંપનીના શેર ખરીદ્યા હતા, જેના દ્વારા તેણે કરોડોની કમાણી કરી લીધી છે.

440 રૂપિયાના હિસાબે ખરીદ્યા હતા 50 લાખ શેર

આ વિદ્યાર્થીએ 440 રૂપિયાના દરે લગભગ 50 લાખ શેર ખરીદ્યા હતા અને માત્ર એક મહિનામાં આ શેરની કિંમત 2160ના લેવલ પર પહોંચી ગઈ હતી, ત્યારબાદ જેકે આ સ્ટોક વેચી દીધા હતા. જેકે જણાવ્યું કે તેણે તેના પરિવાર અને મિત્રો પાસેથી રૂપિયા ઉધાર લીધા હતા અને તેને શેરબજારમાં રોકાણ કર્યું હતું.

જેકે જણાવી કેટલીક ખાસ વાતો

DailyMail.com સાથેની વાતચીતમાં જેકે જણાવ્યું કે તેના માતા-પિતાને લાગે છે કે કદાચ કોઈ જેકનું અપહરણ કરશે, પરંતુ મને એવું બિલકુલ નથી લાગતું. જેકે વધુમાં જણાવ્યું હતું કે તેણે તેના કાકા સાથે સ્ટોક અંગે ચર્ચા કર્યા બાદ આશરે 200 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું.

ઉલ્લેખનીય છે કે તમે પણ શેર માર્કેટમાં રૂપિયા રોકી મોટી કમાણી કરી શકો છો. પરંતુ તમારે સૌથી પહેલા માર્કેટ રિસર્ચ કરવુ જોઈએ. તેના પછી જ રૂપિયા રોકવા જોઈએ. શેર બજાર એક જ ક્ષણમાં તમને માલામાલ પણ કરી શકે છે, તો તમને રોડ પર પણ લાવી શકે છે. 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.