સાયલા નાં સાપર મુકામે ઠાકોર અને કોળી સમાજનું મોટી સંખ્યામાં સંમેલન યોજાયું.
ચૂંટણીના ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે અલગ અલગ સમાજોમાં સંમેલન તેમજ શક્તિ પ્રદર્શન યોજવામાં આવી રહ્યા છે. જેમાં સમસ્ત ઠાકોર અને કોળી સમાજે સરકાર સામે બાંયો ચડાવી છે. તારીખ 11/9/20220 નાં રોજ ચોટીલા હાઇવે પર, સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના શાપર મુકામે બહોળી સંખ્યામાં ઠાકોર અને કોળી સમાજનું મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. ગુજરાતમાં વસતા ઠાકોરના અને કોળી સમાજના હક તેમજ સમાજ જાગૃતિ લાવવા માટે આ મહા સંમેલન યોજાયું. એમાં આવનાર સમયમાં સરકાર સામે અને મુદ્દા ઓ રજૂઆત કરવામાં આવશે.જેમકે શૈક્ષણિક સંકુલ, રાજકીય સત્તામાં વસ્તી મુજબ ભાગીદારી આપો, વેલનાથ ધામ અને માંધાતા ધામ બનાવવા, જાતિ આધારિત વસ્તી ગણતરી કરવી, ખોટા કેશો પરત ખેંચો, નિગમ ની લોનની અરજી નો નિકાલ કરવામાં આવે, કોળી ઠાકોર વિકાસ નિગમ માં બજેટ ફાળવવામાં આવે જેવા અનેક મુદ્દાઓ સાથે સમાજની કમિટીએ પ્રવચન કર્યું.જોઆ અમારા મુદ્દાઓ સ્વીકાર ન આવે તો સરકારને ઉખેડી નાખવાની પણ ચિમકી આપી હતી.જેમા કોળી સમાજના પ્રમુખ વિક્રમભાઈ સોરાણી, ઠાકોર સમાજના અગ્રણી રણછોડભાઈ ઉઘરેજા, મુકેશભાઈ રાજપરા, વિનુભાઈ વાઢેર, પથુજી ઠાકોર, દિલીપસિંહ ઠાકોર, જ્યોતિબેન રાઠોડ, અજમલજી ઠાકોર, મયુરભાઈ સાકરીયા જેવા અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે પત્રકાર મિત્રોએ પણ આજે આપી હતી.
અહેવાલ.. જેસીંગભાઇ સારોલા
બિઝનેસ પાર્ટનર.. રણજીતભાઈ ખાચર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.