કૉલેજ ઓફ ફાઇન આર્ટ્સ ના 25વર્ષ પૂર્વે અગાઉ વીતી ચૂકેલ ક્ષણો ને ઉજાગર કરાઇ. - At This Time

કૉલેજ ઓફ ફાઇન આર્ટ્સ ના 25વર્ષ પૂર્વે અગાઉ વીતી ચૂકેલ ક્ષણો ને ઉજાગર કરાઇ.


કૉલેજ માં અભ્યાસ કરી ચૂકેલ વિદ્યાર્થીઓ એ પોતાના વક્તવ્યો અને પોતાની કળાને વ્યક્ત કરી

ધિ ન્યુ પ્રોગ્રેસિવ કોલેજ ઓફ ફાઇન આર્ટ્સ મહેસાણાના 1995 થી 2000 ની બેંચ ના 21 વિધાર્થીઓ જેમાં કોઈ શિલ્પકાર, સંગીતકાર, ફોટોગ્રાફી તો કોઈ ચિત્રકાર તથા એડવર્ટાઈઝીગ એજન્સી તરીકે સમાજમાં યોગદાન આપનાર મિત્રો હાજર રહયા, આ સુંદર પ્રસંગનું આયોજન હસમુખભાઈ બારોટના ફાર્મ હાઉસ ગંગેટમાં અલ્પેશભાઈ અને અશ્વિનભાઈએ સાથે મળીને કરેલ ,
મહેસાણા મુકામે એક ખુબજ અને સરસ સ્નેહ મિલન નું આયોજન કરવામાં આવ્યું જેમાં ફાઇન આર્ટ ના અભ્યાસ કર્યા પછી દરેક આર્ટીસ્ટ 25 વર્ષમાં ભૂતકાળમાં આર્ટ ખાતે થયેલા પોત પોતાના મંતવ્યો પર વિચાર વિમર્શ કરી ચર્ચાઓ કરી ને આગામી વર્ષમાં આર્ટ વિવિધ ક્ષેત્ર નવું શુ કરી શકાય અને એને આજના યુગમાં નવી ઓળખ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવા પર, તેમજ નવા આર્ટીસ્ટો નો ઉમેરો કરી આર્ટ ની દુનિયા માં નવું કરવા પર દરેક મિત્રોએ ચિત્રો દોરી પોતાના વિચારો વ્યક્ત કર્યા, મધ્યાહન ભોજન લીધા બાદ જયેશભાઈ દવે દ્વારા સંગીત ની રમઝટ બોલાવામાં આવી ત્યાર પછી અલ્પેશભાઈ વતી આવેલ દરેક આર્ટિસ્ટ મિત્રો ને પાટણ ના પ્રખ્યાત દેવડા ની મીઠાઈ ની ભેટ આપી આદર સત્કાર કરવામાં આવ્યો અને અંતે બિના પટેલ દ્વારા આભાર વ્યક્ત કરી દરેક આર્ટીસ્ટ મિત્રો આગામી યોજનાઓ નું આયોજન કરી વિદાય લીધી

રિપોર્ટ, નિતેશ બગડા, અમદાવાદ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image