કેશોદ તાલુકાના બામણાસા ઘેડની મુલાકાતે કોંગ્રેસના હોદ્દેદારો - At This Time

કેશોદ તાલુકાના બામણાસા ઘેડની મુલાકાતે કોંગ્રેસના હોદ્દેદારો


ભારે વરસાદ અને ઉપવાસના ડેમોના પાણી બામણાસા ઘેડથી પસાર થતી ઓઝત નદિમાં આવતા નદિનો પાળો તુટતા અનેક ખેડુતોના ખેતરોના ધોવાણ સાથે ખેત પેદાશોમાં થયેલ નુકશાનીનું કેશોદ શહેર તાલુકા કોંગ્રેસ સમીતીના હોદેદારોએ નિરીક્ષણ કર્યુ હતું

ચોમાસામાં દર વર્ષે વધુ વરસાદ થતાંની સાથે ઘેડ વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાયછે ખેતરોમાં દરીયા જેવો માહોલ સર્જાયછે અને લાંબો સમય સુધી ખેતરોમાં પાણી ન ઓસરતા ખેડુતોની જમીન અને ખેત પેદાશોમાં મોટાપાયે નુકસાન થાયછે જુદી જુદી નદિઓના પાણી ઘેડ પંથકમાં ભેગુ થતું હોય નદિઓ ઉંડી અને પહોળી ન હોવાના કારણે નદિ ઓવરફલો થતાં નદિના પાળા તુટવાના બનાવ દર વર્ષે બનતા રહેછે જેથી ખેડુતોની જમીન તથા ખેત પેદાશોમાં મોટાપાયે નુકસાન થાયછે હાલના વર્ષે પણ બામણાસા ગામે ઓઝત નદિનો પાળો તુટતાં અસંખ્ય ખેતરોના ધોવાણ સાથે ખેડુતોની ખેત પેદાશોમાં મોટાપાયે નુકસાન થયુંછે જે બાબતે ખેડુતોની એવી માંગછે કે નદિ ઉંડી અને પહોળી કરવામાં આવે તેવી દર વર્ષે ખેડુતો માંગ કરેછે છતાં સરકાર દ્વારા ઘેડ પંથકનો કે કાયમી પ્રશ્ન હલ થાય તેવુ કરવામાં આવે તેવી ખેડુતો માંગ કરી રહયાછે

કેશોદ તાલુકાના બામણાસા ઘેડ ગામે દર વર્ષે એકાદ જગ્યાએ નદિનો પાળો તુટવાના બનાવો બનતા રહેછે હાલના વર્ષે પણ બામણાસા ગામે ઓઝત નદિનો પાળો તુટતા અનેક ખેડુતોના ખેતરોમાં ધોવાણ થયુછે સાથે ખેત પેદાશોમાં પણ મોટાપાયે નુકસાન થયુંછે જે બાબતે કેશોદ શહેર તાલુકા કોંગ્રેસ સમીતીના હોદેદારોએ બામણાસા ગામે નદિનો પાળો તુટયો ત્યાં સ્થળ ઉપર જઈ હાલની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ખેડુતોના પ્રશ્નો સાંભળ્યા હતા ત્યારે નદિઓના પાળાઓ આરસીસીથી મઢવામાં આવે નદિ ઉંડી અને પહોળી કરવામાં આવે સરકાર દ્વારા સર્વે કરાવી જરૂર જણાય ત્યાં આરસીસીથી મઢવામાં આવે તો નદિના પાળા તુટવાના પ્રશ્નનો કાયમી ધોરણે ઉકેલ આવી શકેછે આ મુદો કોગ્રેસ દ્વારા આગામી ચુંટણી ઢંઢેરામાં સમાવેશ કરાશે તેવી ખેડુતોને કોંગ્રેસ પરિવાર દ્વારા ખાત્રી આપવામાં આવી હતી

ચોમાસામાં ઘેડ પંથકમાં દર વર્ષે નદિઓના પાળાઓ તુટવાના બનાવો બનેછે દર વર્ષે રજુઆત કરવામાં આવેછે ત્યારે ઘેડ પંથકનો પ્રાણ પ્રશ્નનો કાયમી ઉકેલ થશે કે કેમ તે જોવાનું રહ્યું

રીપોર્ટર - ગોવિંદ હડિયા કેશોદ 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.