આત્મા પ્રોજેક્ટ સાયલા દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નાના કાંધાસર ખાતે પ્રાકૃતિક ખેતી વિશે તાલીમનું આયોજન કરવામાં આવ્યું.
આત્મા પ્રોજેક્ટ સાયલા દ્વારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર નાના કાંધાસર ખાતે પ્રાકૃતિક ખેતી વિશે તાલીમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં સાયલા તાલુકાના અલગ અલગ ગામમાંથી ખેડૂતો એ હાજરી આપી જેમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના વડા ભોરાણીયા સાહેબે પ્રાકૃતિક ખેતી અને અત્યારે જે પાકો છે તેના વિશે વિસ્તૃત માહિતી તેમજ વાળા સાહેબે રોગો ની ઓળખ અને તેના નિયંત્રણ વિશે માહિતી આપી મુકેશભાઈ જૈવ વૈવિધ્ય જીવાત નિયંત્રણ માટે માહિતી આપી આત્મા પ્રોજેક્ટ માંથી એ.ટી.એમ.જયંતીભાઇ એ પ્રાકૃતિક ખેતી વિશે માહિતી એ.ટી.એમ.જગદીશભાઈ આત્મા પ્રોજેક્ટ નો પરીચય અને કામગીરી વિશે માહિતી આપી.આ કાર્યક્રમમાં કે.વી.કે. નાના કાંધાસર ના આને સાયલા તાલુકા નો આત્મા પ્રોજેક્ટ સ્ટાફે હાજરી આપી હતી આ કાર્યક્રમમાં સાયલા તાલુકાના સોખડા,ઢેઢુકી, હડાળા,સાયલા, મોટાસખપર,ધમરાસળા ગામના આત્મા પ્રોજેક્ટ સાથે જોડાયેલા ખેડૂતોએ હાજર રહી પ્રાકૃતિક ખેતી વિશે તાલીમ લીધી હતી.
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
મોં. 9998898958
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.