કમોસમી વરસાદનાં કારણે ખેડુતો અને ખેતીને થયેલ નુકશાનનું વળતર આપવા પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની રાજ્ય ના મુખ્યમંત્રી સમક્ષ માંગ - At This Time

કમોસમી વરસાદનાં કારણે ખેડુતો અને ખેતીને થયેલ નુકશાનનું વળતર આપવા પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની રાજ્ય ના મુખ્યમંત્રી સમક્ષ માંગ


કમોસમી વરસાદનાં કારણે ખેડુતો અને ખેતીને થયેલ નુકશાનનું વળતર આપવા પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની રાજ્ય ના મુખ્યમંત્રી સમક્ષ માંગ

અમરેલી કમોસમી વરસાદનાં કારણે ખેડુતો અને ખેતીને થયેલ નુકશાનનું વળતર આપવા પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર ની મુખ્ય મંત્રી સમક્ષ માંગ
કમોસમી વરસાદનાં કારણે ખેડુતોના રોકડીયા પાકને ભારે મોટું નુકશાન થયું છે. દેવામાં ડુબેલા ખેડુતને ફરી કુદરતે મોટો જટકો આપી મુશ્કેલીમાં મુક્યા છે. માવઠાનાં કારણે રોકડીયા પાકોમાં પોતાનું ગુજરાન ચલાવતા ખેડુતોની પરિસ્થિતિ ખુબજ ગંભીર બની છે. તલ, અડદ, બાજરી, લીલા શાકભાજી. દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતાં ખેડુત, સૌરાષ્ટ્રમાં છેલ્લી વીણી કપાસની બાકી હતી તેવા ખેડુતો, મધ્ય ગુજરાતમાં ડાંગર પકવતાં ખેડુતો, ઉત્તર ગુજરાતમાં રાયડો પકવતા ખેડુતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને આવા ભયંકર નુકશાનનાં કારણે ખેડુતોને આર્થિક ન સહન થઈ શકે તેવો માર પડયો છે. અંદાજે અઢી થી ત્રણ લાખ એકર જમીનમાં ખેતીના પાકને નુકશાન થયાનાં સમાચારો મળી રહ્યા છે. ગુજરાતમાં ભારે તબાહી મચી છે રવિ પાક અને કમોસમી વરસાદનાં કારણે શાકભાજી થી પોતાનું ગુજરાન ચલાવતા ખેડુતો તેમજ સાબરકાઠાની આસપાસ દિવેલા બટેટા, મકાઇ સૌરાષ્ટ્રમાં કપાસ, સોયાબીન, તલ. અડદ, મગ જેવા ઉનાળુ રોકડીયા પાકોને નુકશાન થયું છે. મોંઘુ બિયારણ, ખાતર, જંતુનાશક દવા તેમજ ખેત મજુરી બાદ ખેડુતોને નુકશાન વેઠવાનો વારો આવ્યો છે માવઠાનાં કારણે ખેડુતોની કમર ભાંગી નાખી છે ત્યારે કૃષિ વિભાગ અને કૃષિ મંત્રી નુકશાનીનો સર્વે કરી વળતર આપવાનાં ગાણું ગાઈ રહ્યા છે. એક ખેડુત આગેવાન તરીકે જાહેરજીવનનાં રાજકીય આગેવાન તરીકે મને મળતી માહિતી પ્રમાણે અઢી થી ત્રણ લાખ એકર જમીનમાં નુકશાનીનાં સમાચાર મળી રહ્યા છે ત્યારે કૃષિ વિભાગને આ બાબતમાં શું સર્વે કરવાની જરૂર છે ખેડુતોને મદદ કરવી જ હોય તો તાત્કાલીક અસરથી ખેડુતોને રોકડ સહાય તેમનાં ખાતામાં આપવાની જાહેરાત કરવી જોઇએ તેવી માંગણી સહ રજુઆત છે. ઉપરાંત, વધારામાં હાલ ખેડુતોને પાયાનું ખાતર મળતુ નથી છતાપણ કૃષિ વિભાગ ખાતરની તંગી નથી તેવું ગાણું ગાઇને ખેડુતોના જખમ ઉપર મીઠું ભભરાવી રહી છે કમસેકમ આવી બાબતોથી કૃષિ મંત્રી અને કૃષિ વિભાગે દૂર રહી ખેડુતોને મદદ કરવાને બદલે મીઠું ભભરાવવામાંથી બહાર આવવું જોઇએ તેવું મારું માનવું છે આ બાબતે દેવામાં ડુબેલા ખેડુતને બચાવી તાત્કાલીક અસરથી કોઇ જાહેરાત કરવી જોઇએ તેવી મારી રજુઆત સહ વિનંતી છે.ત્વરિત આ અંગે નિર્ણય થવા ઠુંમરે માંગ કરી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.