જીવનસંધ્યા તથા માતૃશ્રી વૃધ્ધાશ્રમના વડીલોના લાભાર્થે ભજન સંધ્યા સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો - At This Time

જીવનસંધ્યા તથા માતૃશ્રી વૃધ્ધાશ્રમના વડીલોના લાભાર્થે ભજન સંધ્યા સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો


જીવનસંધ્યા તથા માતૃશ્રી વૃધ્ધાશ્રમના વડીલોના લાભાર્થે
ભજન સંધ્યા સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

અમદાવાદ. જીવનસંધ્યા તથા માતૃશ્રી વૃધ્ધાશ્રમના વડીલોના લાભાર્થે ભજન સંધ્યા સાથે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
તા.૨૧-૧૨-૨૦૨૪ શનિવાર રાત્રે ૮-૩૦ વાગે ભજન સંધ્યાના મધુર ભજન સંગીત સાથેના ભવ્ય સાંસ્કૃતિક જાહેર કાર્યક્રમનું આયોજન બેક ફ્રી પરિવાર,મિશન દોસ્તી ગૃપ,જય નારાયણ ભજન મંડળ,સરઢવ-અમદાવાદના સહકાર થી સેવા સદભાવના ઉદ્દેશ્યથી નારણપુરાગામના રહીશો,શ્રધ્ધાળુઓ તેમજ આજુબાજુમાં રહેતા જીવનસંધ્યા તથા માતૃશ્રી વૃધ્ધાશ્રમના વડીલોના લાભાર્થે નારણપુરાગામ નજીક આવેલ બેક ફ્રી હબ,ટર્ફ સ્કૂલ સામે સ્વામી નારાયણ મ્યુઝિયમની બાજુમાં રાખવામાં આવ્યું હતું ભક્તિમય વાતાવરણમાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુંંઓ તન્મય થઈ ભક્તિ રંગે રંગાઈ ગયા હતા તેમજ સૌ ઉપસ્થિતોએ ઠંડીમાં સ્વાદિષ્ટ ગરમાગરમ હળવો ચા-નાસ્તો માણ્યો હતો.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.