નીતાબેન રાઠોડનો ઝેરી દવા પી આપઘાત - At This Time

નીતાબેન રાઠોડનો ઝેરી દવા પી આપઘાત


નવાગામમાં રહેતા પરિણીતાએ ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ત્યાં તેણીનું સારવારમાં મોત નીપજ્યું હતું.આ અંગે બી ડિવિઝન પોલીસે કાર્યવાહી આદરી હતી.
બનાવની વિગતો અનુસાર,નવાગામ છપનીયા ક્વાર્ટરમાં રહેતા નીતાબેન ભુપતભાઈ રાઠોડ(કોળી)(ઉ.વ.30)એ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને તેમના પતિએ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડી હતી ત્યાં નીતાબેનનું સારવારમાં મોત નીપજ્યું હતું.નીતાબેનના લગ્નને 11 વર્ષ થયાં છે.તેમનું માવતર જેતપુર આવેલું છે.તેમને સંતાનમાં એક પુત્ર છે અને પતિ ઇમિટેશનનું કામ કરે છે.
ગઈકાલે સાંજે પતિ તેમના પુત્રને લઈ દિવેલીયાપરામાં કામ આપવા ગયા બાદ નીતાબેન ઘરે એકલા હતા અને બંને બહારથી પરત આવ્યા ત્યારે બારણું ખોલવા માટે બુમો પાડી હતી પરંતુ અંદરથી કોઈ અવાજ આવતો નહોતો અને થોડીવાર બાદ નીતાબેને બારણું ખોલતા તેમના મોં પર ફીણ જોયા બાદ પતિએ તેણીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી.બનાવનું કારણ જાણવા હેડકોન્સ્ટેબલ હિતેશભાઈ જોગડાએ કાર્યવાહી આદરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image