ઉનાના અમોદ્રા ગામના યુવાનનું ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. - At This Time

ઉનાના અમોદ્રા ગામના યુવાનનું ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો.


લોકેશન:-ઉના ગીર સોમનાથ

ઉનાના અમોદ્રા ગામનો અને મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઈઝેશનનો યુવાનનું ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી પટેલના હસ્તે એવોર્ડ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

ઉનાના અમોદ્રા ગામનો અને મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઈઝેશનનો યુવાનનું ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી પટેલના હસ્તે એવોર્ડ એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. આમોદ્રાનાં મૂળ રહીશ યુવાન મયુર. કે. જાદવ જેઓ મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઇઝેશન સુંદર કામગીરી કરી સમગ્ર ગીરસોમનાથ અને ગુજરાત સહિત દેશ- વિદેશમા પણ ભારે લોકપ્રિયતા મેળવી રહ્યા છે. તેઓ અગાઉ પણ અનેક એવોર્ડ પ્રાપ્ત કરી ચુક્યા છે ત્યારે ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને રાજ્ય સભાના સાંસદ મયંકભાઇ નાયકના હસ્તે એવોર્ડ આપીને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર ખાતે બી કે ન્યુઝ દ્વારા યોજાયેલ અવોર્ડ સેરેમનીમાં 6000થી વધુ વિદ્યાર્થીઓને વિદેશમાં મેડિકલ અભ્યાસ માટે મોકલનાર અને ગુજરાતની એકમાત્ર વિશ્વાસુ સંસ્થા એટલે કે મેકિંગ ડોક્ટર્સ ઓર્ગેનાઈઝેશનન્સ, મયુર જાદવ, અખ્તરખાન મેવાતી, અને અનિકેત સુથારને પણ ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા બી કે ન્યુઝ EXCELLENCE AWARDથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

રિપોર્ટર:-માવજીભાઈ વાઢેર ઉના- દીવ- ગીર સોમનાથ


7575862173
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image