માંગરોળ તાલુકાના આરેણા ગામે કોળી સમાજના સોલંકી પરિવાર દ્વારા થયેલ દેહદાન
દેહદાન મહાદાન
માંગરોળ તાલુકાના આરેણા ગામે કોળી સમાજના સોલંકી પરિવાર દ્વારા થયેલ દેહદાન
દેહદાન મહાદાનના સુત્ર ને સાર્થક કરતા પાંચ વર્ષ ના ટુંકા સમયમાં નાના એવા આરેણા ગામમાં બીજું દેહદાન થયું છે.
આરેણા નિવાસી પર્યાવરણપ્રેમી અને પરિવારના મોભી એવા આદરણીય કાનાભાઈ નાથાભાઈ સોલંકી નું તા.૨૬/૦૪/૨૫ સાંજ ના સમયે દેહાવસાન થયું છે. કાનાબાપા એ પાંચ વર્ષ પહેલાં જ આરેણા સ્થિત શિવમ્ ચક્ષુદાન -આરેણા પરિવાર ને પોતાના અવસાન પછી દેહદાન કરવાનો વિચાર વ્યક્ત કર્યો હતો, એટલે કાનુની પ્રકિયા મુજબ કાનાબાપા નું દેહદાન સંકલ્પ પત્ર ભરી મેડિકલ કોલેજ ને અર્પણ કર્યું હતું, બસ આ સંકલ્પપત્રના આધારે સદગત્ નું અવસાન થતા પરિવારજનોએ દેહદાન કર્યું છે.
દેહદાન માં કાગળો ની પ્રક્રિયા દિલીપભાઈ સોલંકી અને મોહિતભાઈ સોલંકી દ્વારા પુર્ણ કરી હતી. જ્યાંરે માં ગૌ સેવા હોસ્પિટલ ના ટ્રસ્ટી ડો.અરુણ તન્ના સાહેબ અને ડો.રાકેશ યોગાનંદીએ કાનાબાપા ને મૃત જાહેર કરી ને એ પેપર વર્ક પુર્ણ કર્યું હતું.
જ્યારે હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે જવા માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા ગૌ રક્ષા સેના માંગરોળ દ્વારા કરવામાં આવી હતી.
દેહદાન સમયે કાનાબાપાના દિકરા બાબુભાઈ, ભીખાભાઈ તથા ઉકાભાઈ અને એમનો પુરો પરિવાર તથા સોલંકી પરિવાર સાથે રહી અંતિમ વિદાય આપી હતી આ સમયે ગામના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ને શ્રધાંજલી અર્પણ કરીને પરિવાર ના સદ્ વિચાર ને બિરદાવી દુઃખદ સમયે સાથ અને સહકાર આપ્યો હતો.
પોરબંદર સરકારી હોસ્પિટલ અને જી.એમ.ઈ.આર. એસ મેડિકલને દેહદાન અર્પણ કર્યું છે. ત્યાં એનેટોમી વિભાગ ના હેડ ડો.મયકંકુમાર જાવીયા સાહેબ,ઉપરાંત ડૉ.નૈમિશ હિરપરાસાહેબ,કિશનભાઈ પરમાર,રાજેશભાઈ પરમાર,ઉત્સવભાઈ,મનોજભાઈ,ધૃવભાઈ અને ટીમ દ્વારા દેહદાન નો સ્વિકાર કરી ને પરિવારના દેહદાનના આ વિચારને બિરદાવવામાં આવ્યો હતો અને સદ્ ગત્ આત્મા ને શ્રધાંજલિ અર્પણ કરી ત્યારબાદ દેહદાન પ્રક્રિયા આગળ વધારી હતી.
આવા માનવ કલ્યાણ અર્થે દેહદાન કરી સ્વ.કાનાબાપાએ સમાજમા ભામશા નું સ્થાન લીધુ છે.
પરિવાર દ્વારા આવા સમયે કાનાબાપાની આજ્ઞાનું પાલન કરી દેહદાન કર્યું છે એ બદલ પોરબંદર સિવિલ હોસ્પિટલ મેડિકલ કોલેજ અને શિવમ્ ચક્ષુદાન -આરેણા પરિવાર ના નત મસ્તક વંદન છે અને સ્વ.કાનાબાપાને શ્રદ્ધાંજલી અર્પણ કરે છે.
રિપોર્ટર સુદીપ ગઢીયા 9909622115
આ પ્રકારના તમામ સમાચાર માટેે
