મહીસાગર જિલ્લાના સંતરામપુર અને કડાણા તાલુકામાં મોટા ભાગની વસ્તી આદિવાસી ભીલ સમુદાય ની છે. જે વિવિધ ફસલી ઉત્સવો અને લોકમેળાઓની શોખીન છે. - At This Time

મહીસાગર જિલ્લાના સંતરામપુર અને કડાણા તાલુકામાં મોટા ભાગની વસ્તી આદિવાસી ભીલ સમુદાય ની છે. જે વિવિધ ફસલી ઉત્સવો અને લોકમેળાઓની શોખીન છે.


આંમળી/આંબળી/આમલકી ...અજયાર/એકાદશી
મહીસાગર જિલ્લાના સંતરામપુર અને કડાણા તાલુકામાં મોટા ભાગની વસ્તી આદિવાસી ભીલ સમુદાય ની છે. જે વિવિધ ફસલી ઉત્સવો અને લોકમેળાઓની શોખીન છે.
આ વિસ્તારમાં ફાગણ સુદ અગિયારસ આમલકી એકાદશી ને આદિવાસી સમાજ "આંબળી અજયાર" તરીકે ઓળખે છે.
આ અગિયારસ નું આદિવાસી લોકોમાં ખુબજ આગવું અને અનેરું મહત્વ છે, ભલે વર્ષ દરમ્યાન બીજી અગિયારસનો ઉપવાસ કદાચ ન કરે પરંતુ આ અગિયારસનો અપ્પા લગભગ જરૂર કરતા હોય છે. વાલિયો લૂંટારો, સોનામહોરો નો વરસાદ જેવી દંતકથાઓ સાંભળવા મળે છે તે આદિવાસી સમાજમાં કયાંય બંધ બેસતી નથી.
આ દિવસે આદિવાસી સમાજ પરંપરાગત અરવલ્લીની ગિરિમાળામાં આવેલી ટેકરીઓમાં યુવાનો "હાહા" રમવા જાય છે અને યથા શકિત સસલાં મારી ગામખેડા થાનકે ભેગા થઈ વેતરી માતાજીને ભોગ ચડાવી ફરાળ કરતા હતા. અને તેના લોહીમાં કપડું બોળીને ઘરે રાખે છે જે નવજાત શિશુને રતવા જેવી બીમારીમાં ઉપયોગ કરતા હતા જે આધુનિક સમયમાં સુવિધાઓ ના કારણે હવે ઉંટવૈદુ કરતા નથી.
આ દિવસે બહેનો પણ અપ્પા (ઉપવાસ) રાખી સાંજના આંબળી ની પ્રદક્ષિણા કરી સુતર, કંકુ, હળદર, ચોખાથી પૂજા કરી મનોમન વરદાન માગે છે અને સાંજનાના વાલોળના "બાકળા" નો ફરાળ કરે છે. વહેલી સવારે મોટેભાગે ઘરની વડીલ મહીલા વહેલા ઊઠી નાહીધોઈને ઘરના અન્ય માણસોના ઉઠતા પહેલાં તો ઘરે વણેલી તાજી" હેવો " તૈયાર કરી દે છે અને ઘરના લગભગ તમામ સભ્યો રોજના કરતાં વહેલા પરવારી જાય છે અને તમામ સભ્યો એકસાથે જમી "પાયણાં" કરે છે.
આ વિસ્તારમાં આંબળી નિમિત્તે લોકમેળા પણ ભરાય છે, સંતરામપુર તાલુકામાં બટકવાડા અને કડાણા તાલુકામાં સરસ્વા ઉત્તર માં ભરાતો "આંબળી નો મેળો" જોવા અને માણવા લાયક છે. મેળાઓમાં ઘરવપરાશની લગભગ બધીજ વસ્તુઓ, વિવિધ શણગાર, વાજિંત્રો, ઓજારો, હથિયારો વગેરે અવનવી વિવિધતા સભર વસ્તુઓ મળતી હોય છે. બહેનો ગીતો ગાય છે તે મુજબ મેળો મહાલવા ડોહા-ડોહી, રમતુડો-રમતુડી, સેલ્યો-સેંલડી, રંગલો-રંગલી બધા જ ઉમટી પડતા હોય છે. વર્ષોની પરંપરા મુજબ પાનનું બીડું ખાવું અને ખવડાવી મોઢું લાલ કરવાનું આજે પણ જોવા મળે છે. મેળો એ તો જૂની યાદો તાજી કરવાનું માધ્યમ હોય એમ લાગે છે. બહેનો ગીતો ગાતી હોય છે,રે...લો..લ... આબલીનો સુચેલો સાડિયામા‌‌ મલજે...બચુ રમતુડા....

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image