જસદણ સરકારી હોસ્પિટલમાં 9 માસથી ગાયનેક ડોક્ટર ન હતા આજે ડો જય બાવીસી નું આગમન થતાં નિસ્વાર્થ સેવા સમિતિ દ્વારા પેંડા વેચી મોહ મીઠા કરાયા અને પત્રકાર મિત્રોનો આભાર પ્રગટ કર્યો
પથ્થર અંદર જીવ જીવે ને બંધ શ્રીફળ માં પાણી જનનીના ઉદરમાં જીવ જીવે એ વાયુ ક્યાંથી વહેતા હશે? કોને બંધન કોને મુક્તિ એ વાત રાખે છે સાની નવ મહિના ઉદર માં કયૅ કર્મે આ દેશ અવતર્યો એ તો ના સમજાયું ઈશ્વર તું પણ છે વિજ્ઞાની નવું મહિને નવા ડોક્ટર મળતા સર્વત્ર ખુશી
(નરેશ ચોહલીયા દ્વારા જસદણ)
પથ્થર અંદર જીવ જીવેને બંધ શ્રીફળ માં પાણી, જનનીના ઉદરમાં જીવ જીવે એ વાયુ ક્યાંથી વહેતા હશે કોને બંધન કોને મુક્તિ એ વાત રાખે છે સાની ઈશ્વર તું પણ છે. વિજ્ઞાની જસદણના સરકારી દવાખાનામાં 9 મહિનાથી ગાયનેક ડોક્ટર ન હોવાથી ગરીબ દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. આ બાબતે ની સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વારંવાર રજૂઆત અને પત્રકાર મિત્રોના સહયોગથી આજે 9 મહિને નવા ગાયનેક ડોક્ટર જય બાવીસીની નિમણૂક થતા સમિતિના ટ્રસ્ટીઓ દ્વારા આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો. અને મીઠાઈ વહેંચી ખુશી વ્યક્ત કરી હતી. નવ નવ મહિના ઉદરમાં વસા વહાલે મારે જળ થી જીવાયડા ઉદર વશાને વાલો મારો આપશે આપશે સુતા ને જગાડી એવી અખંડ રોજી છે હરિના હાથમાં જે જન જેના મનમાં વસે તેનાથી જુદુ ના રહેવાય સર્વને વ્હાલો મારો આપશે આપશે સુતા ને જગાડી તમે મન રાખો સેવાભાવી. જસદણ સરકારી હોસ્પિટલમાં છેલ્લા નવ માસથી ગાયનેક ડોકટર તેમજ સર્જન ડોક્ટરની જગ્યા ખાલી હોવાથી દર્દીઓને ઘણી યાતનાઓ સહન કરવી પડી રહી હતી. આ બાબતે આરોગ્ય વિભાગને અનેક વાર રજૂઆત કરવા છતાં પણ કોઈ ઉકેલ ન આવતા ની સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થાની યોગ્ય રજૂઆત અને લડતમાં પત્રકાર મિત્રો દ્વારા વિવિધ પ્રિન્ટ મિડિયા અને ન્યુઝ ચેનલમાં અહેવાલો પ્રસિદ્ધ થતા પત્રકાર મિત્રોના નિ:સ્વાર્થ સહયોગના મિઠાફળ સ્વરૂપે જસદણ સરકારી હોસ્પિટલમાં નવ મહિને ગાયનેક ડોકટર જય બાવિશી સાહેબનું આગમન થતા સામે ચાલીને સહયોગ આપી માનવતાભર્યા સત્કાર્યમાં યશભાગી થવા બદલ તમામ પત્રકાર મિત્રોનો આત્મીયતા પૂર્વક આભાર અને ગૌરવની લાગણી વ્યક્ત કરતા નિ:સ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ પ્રમુખ મેહુલભાઈ શરદભાઈ સંઘવી, સંસ્થાના કન્વીનર દિનેશભાઈ રાઘવભાઈ વેકરીયા, ટ્રસ્ટી ભાવેશભાઈ વાલજીભાઈ છાયાણી સહિત નિસ્વાર્થ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીગણે વિશેષ આભારની લાગણી પ્રગટ કરી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
