પંચમહાલ- ધુળેટી પર્વની ધામધુમથી ઉજવણી, માટીના લાડવાના ભેજ પરથી વરસાદનો વર્તારો કાઢવાની અનોખી પરંપરા આજે પણ યથાવત
પંચમહાલ,
પંચમહાલ જીલ્લામાં આવેલા ગ્રામીણ વિસ્તારોમાં હોળી બાદ ધુળેટીના પર્વની પણ ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ધુળેટીના દિવસે માટીના લાડવાના ભેજ પરથી વરસાદનો વર્તારો કાઢવાની પરંપરા ચાલી આવે છે.ગામ લોકોએ સૌ ભેગા મળીને ઢોલ નગારા સાથે હોળી પર્વના ગીતો ગાય છે. અને નાચગાન કરે છે. આ વખતે વરસાદ પહેલા અને ચોથા મહિનામાં વધારે પડશે તેવો લાડવાના ભેજ પરથી વર્તારો કાઢવામાં આવ્યો હતો.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામાં હોળી પર્વની ધામધુમથી ઉજવણી બાદ બીજા દિવસે ઘુળેટી પર્વની પણ ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. સૌએ એકબીજા પર રંગ કલર લગાવીને ધુળેટીનો આનંદ માણ્યો હતો. શહેરા તાલુકા ગ્રામીણ વિસ્તારમાં ઘણા ગામોમાં વરસાદનો વર્તારો કાઢવાની અનોખી પંરપરા વર્ષથી ચાલી આવે છે. જેમાં હોળીના દિવસે જ્યા હોળી પ્રગટાવાની હોય ત્યા ખાડો ખોદીને પાણી ભરેલી માટલી સાથે ચાર માટીના લાડવા પર સફેદ દોરો વીટીને દાટવામાં આવે છે. લાડવાના ઋતુઓ પ્રમાણે અષાઢ, શ્રાવણ, ભાદરવો આષો નામ આપવામાં આવે છે. પછી હોલિકા દહન ના બીજા ધુળેટીના દિવસે સવારે ગામ લોકો ભેગા થાય છે અને માટીના લાડવા જયા દાબ્યા હોય છે. તે કાઢવામાં આવે છે. તેના ભેજ પરથી ચોમાસાની ઋતુમાં કેવો વરસાદ પડશે તેનો વર્તારો કાઢવામાં આવે છે. આ વખતે અષાઢ અને આસો પહેલા અને ચોથા મહિનાનો લાડવો વધારે ભેજ વાળો નીકળ્યો હતો. અને અન્ય બે લાડવા મધ્યમસર ભેજ વાળા નીકળ્યા હતા. અંશતઃ ખેડુતો માટે આ વરસ સારુ જશે તેવો વર્તારો કરવામાં આવ્યો હતો. બીજુ કે જે માટલી પાણી ભારેલી માટલી મુકવામા આવે છે. તેનુ પાણી પણ પ્રસાદ સ્વરુપે વહેચવામાં આવે છે. આમ પંચમહાલના ગ્રામીણ વિસ્તારોમાં હોળી ધુળેટીના પર્વની ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી.
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે
