વિસાવદરમા કડાકા ભડાકા સાથે ધીમીધારે મેઘરાજાનું આગમન
વિસાવદરમા કડાકા ભડાકા સાથે ધીમીધારે મેઘરાજાનું આગમન વિસાવદર તાલુકાતેમજ આજુ બાજુના વિસ્તારોમાં આજે 4:00 વાગ્યાની આસપાસ કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયુ હતું. છલ્લાબે દિવસથી વાતાવરણ વાદળછાયું રહેતું હતું. સાથે ગરમીનું પ્રમાણ પણ રહેતું હતું. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે આજે બપોર પછી વરસાદ ધીમીધારે વરસાવાનુ શરૂ થયુ હતું. ખેતરોમાં પણ પાકોને હાલ પાણીની ખાસ જરૂર હતી ત્યારે વરસાદી પાણી મળી રહેતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી. વિસાવદરમા વરસાદ પડવાથી જાહેર માર્ગો ઉપર ચાલવું બહુજ મુશ્કેલ બની જાઈ છે. કારણ કે, વરસાદના પાણીને કારણે રસ્તાઓનું ધોવાણ થઇ ગયેલ છે. ઠેક ઠેકાણે ખાડા પડી ગયેલ છે. જો, આ બાબત તંત્ર થોડું વિચારે તો લોકોની મુશ્કેલી થોડી હળવી થાઈ. આમ આ વરસાદ થી લોકોને ફાયદો જોવા મળી રહ્યો છે. રિપોર્ટ શ્યામ ચાવડા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.