કેરળથી પગપાળા હજયાત્રા માટે નીકળેલ યુવકનું અંકલેશ્વર માં ભવ્ય સ્વાગત =યુવાન ૮૫૦૦ કિ.મી. પગપાળા ચાલીને 5 દેશોમાં થઈને એક વર્ષ બાદ હજયાત્રામાં સામેલ થશે = પાકિસ્તાન, ઈરાન, ઈરાક, કુવૈત થઈને ૨૮૫ દિવસ પગપાળા ચાલીને સઉદીમાં મક્કા શરીફ ખાતે પહોંચશે - At This Time

કેરળથી પગપાળા હજયાત્રા માટે નીકળેલ યુવકનું અંકલેશ્વર માં ભવ્ય સ્વાગત =યુવાન ૮૫૦૦ કિ.મી. પગપાળા ચાલીને 5 દેશોમાં થઈને એક વર્ષ બાદ હજયાત્રામાં સામેલ થશે = પાકિસ્તાન, ઈરાન, ઈરાક, કુવૈત થઈને ૨૮૫ દિવસ પગપાળા ચાલીને સઉદીમાં મક્કા શરીફ ખાતે પહોંચશે


કેરળથી પગપાળા હજયાત્રા માટે નીકળેલ યુવકનું અંકલેશ્વર માં ભવ્ય સ્વાગત
=યુવાન ૮૫૦૦ કિ.મી. પગપાળા ચાલીને 5 દેશોમાં થઈને એક વર્ષ બાદ હજયાત્રામાં સામેલ થશે
= પાકિસ્તાન, ઈરાન, ઈરાક, કુવૈત થઈને ૨૮૫ દિવસ પગપાળા ચાલીને સઉદીમાં મક્કા શરીફ ખાતે પહોંચશે

19.07 અંકલેશ્વર

અંકલેશ્વર માં પગપાળા મક્કા શરીફ ખાતે હજયાત્રા નીકળેલ કેરળ ના 34 વર્ષીય યુવાન નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું યુવાન ભારતમાં વાધા બોર્ડર થઈને પાકિસ્તાન, ઈરાન, ઈરાક, કુવૈત થઈને ૨૮૫ દિવસ પગપાળા ચાલીને સઉદીમાં મક્કા શરીફ ખાતે પહોંચશે,

મુસ્લિમ સમાજમાં હજ યાત્રાનું ખુબ જ મહત્વ છે. કેરળના મલપપુરમ ના ૩૪ વર્ષીય શિહાબુદ્દીન છોતુર તા 2 જૂન ના રોજ પગપાળા હજયાત્રા માટે નીકળ્યા છે તેઓ ૮૫૦૦ કીમી . પગપાળા ચાલીને 5 દેશોમાં થઈને એક વર્ષ બાદ હજયાત્રામાં સામેલ થશે. 45 દિવસ અગાઉ પગપાળા શિહાબુદ્દીન તેમના સાથી સભ્યો સાથે અંકલેશ્વર ખાતે આવી પહોંચતા તેઓ નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું . શિહાબુદ્દીન ભારતમાં વાધા બોર્ડર થઈને પાકિસ્તાન, ઈરાન, ઈરાક, કુવૈત થઈને ૨૮૫ દિવસ પગપાળા ચાલીને સઉદીમાં મક્કા શરીફ ખાતે પહોંચશે. તેઓના મિત્ર મુસ્તાકભાઈના જણાવ્યા પ્રમાણે આ પ્રવાસ અલ્લાહને રાજી કરવા માટેનો છે. અને દેશનું નામ રોશન થાય જેથી આ પગપાળા જઈને હજ કરવાનું જણાવ્યું હતું. શિહાબુદ્દીન ની સાથે પગપાળા આવેલ મિત્રો વાઘા બોર્ડર સુધી સાથે રહેશે. ત્યાંથી આગળની સફરમાં શિહાબુદ્દીન એકલા રહેશે અને ૨૦૨૩માં હજ અદા કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image