અમદાવાદ રેલવે મંડલ દ્વારા સાબરમતી સ્ટેશન ઉપર આઇકોનિક સપ્તાહ આઝાદી ની રેલગાડી અને સ્ટેશનની શરૂઆત કરવામાં આવી. - At This Time

અમદાવાદ રેલવે મંડલ દ્વારા સાબરમતી સ્ટેશન ઉપર આઇકોનિક સપ્તાહ આઝાદી ની રેલગાડી અને સ્ટેશનની શરૂઆત કરવામાં આવી.


પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડલ દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ૧૮ જુલાઈથી ૨૩ જુલાઈ ૨૦૨૨ સુધી આઝાદીની રેલગાડી અને સ્ટેશનો માટે આઇકોનિક સપ્તાહ મનાવવામાં આવી રહ્યો છે,

આ અંતર્ગત આજે તારીખ ૧૮ જુલાઈ ૨૦૨૨ ના રોજ અમદાવાદ મંડલ ના સાબરમતી રેલ્વે સ્ટેશન ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઐતિહાસિક તથ્યો દર્શાવતું ફોટો એક્ઝિબિશન મુકવામાં આવ્યું છે,

આઝાદીની રેલગાડીના બેક ગ્રાઉન્ડમાં મુસાફરો તથા અન્ય લોકો સેલ્ફી પણ લઈ શકશે સાબરમતી સ્ટેશનને ખાસ ભવ્ય અને આકર્ષક લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે અને મોટી ડિજિટલ સ્ક્રીન લગાવવામાં આવી છે, સાબરમતી સ્ટેશન ઉપર દેશભક્તિના ગીતો, શેરી નાટકો દ્વારા આઝાદીની ગાથા મુસાફરો ને સંભળાવવા માં આવી રહી છે,

સ્વાતંત્ર્ય સંગ્રામમાં સ્થાનિક યોગદાન અને લડવૈયાઓ વિશે જણાવવામાં આવ્યું હતું આ સપ્તાહ દરમિયાન દેશપ્રેમ વિશે વિડીયો ફિલ્મ, દેશભક્તિના ગીતો, શેરી નાટકો પણ કરવામાં આવી રહ્યા છે અને કેટલીક ખાસ ટ્રેનોને શણગારવામાં આવી છે,

આ સપ્તાહ દરમિયાન સાબરમતી રેલ્વે સ્ટેશન સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શ્રી કિશનલાલ શુક્લના પત્ની શ્રીમતી વિજયા ગૌરી અને સ્વ.શ્રી રસીક લાલ દરજીના પત્ની શ્રીમતી સવિતાબેન નું અમદાવાદ રેલ મંડલ ના પ્રબંધક ( DRM ) શ્રી તરૂણ જૈન દ્વારા પુષ્પ ગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું, સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શ્રી કિશનલાલ શુક્લજીએ ગુજરાતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેમનું મહત્વનું યોગદાન આપ્યું હતું તેમણે મહાત્મા ગાંધીની દાંડી કૂચમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને ૪ મહિના સુધી ધાંગધ્રા જેલમાં રહ્યા હતા,

સ્વાતંત્ર્ય સેનાની સ્વ.શ્રી રસિકલાલ દરજીએ ગુજરાતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતુ તેઓ મહાત્મા ગાંધીની દાંડી કૂચ આંદોલનમાં સામેલ હતા અને સાબરમતી જેલમાં ૩ મહિના વિતાવ્યા હતા,

અમદાવાદ રેલવે સ્ટેશનથી સ્વતંત્ર સેનાનીના પરિજન શ્રી નિકુંજભાઈ સ્વર્ગીય લક્ષ્મીબાઈ સોમચંદ તપોધનના પુત્રના હસ્તે તારીખ ૧૮ જુલાઈ ૨૦૨૨ ના રોજ રાત્રે ૧૦:૫૦ કલાકે ગાડી / ટ્રેન નંબર ૧૨૯૦૨ ગુજરાત મેલ એક્સપ્રેસને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ :- કેયુર ઠકકર,

અમદાવાદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon